હાલોલ તાલુકાના ટીંબી ગામમાં રહેતા અનાથ બાળકોની વ્હારે આવી પ્રકાશસિંહ બાપુ સહિતની ટીમ…

હાલોલ, (પંચમહાલ) તુષાર ચૌહાણ :-

પંચમહાલ જિલ્લાનાં હાલોલ તાલુકાના ટીંબી ગામ માં રહેતો રાઠવા આકાશકુમાર રાજુભાઈ ધોરણ 8 અભ્યાસ કરે છે તથા અક્ષયકુમાર વિનોદભાઈ રાઠવા રહે મુ. તલાયાવેરી તા.ઘોઘંબા જે ધોરણ 5 માં અભ્યાસ કરે છે જે બંને બાળકો માતા પિતા વિહોણા છે તેવી માહિતી મળતાં પ્રકાશસિંહ બાપુ રહે. ધનેશ્વર અને તેમની ટીમે બાળકોની મુલાકાત કરી તે બાળકોનાં આગળ ની શિક્ષણ માટે ની વ્યવસ્થા કરી તેઓને શિક્ષણ એજ કલ્યાણ સંકુલ મુ.લવાલ જી.ખેડા મુકામે મહિપતસિંહ ચૌહાણ ને ત્યાં તે બાળકો ભાવિ ભવિષ્યની શરૂઆત કરશે. આજે પ્રકાશસિંહ અને તેમની ટીમે એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે
ખુબ ખુબ આભાર મહિપતસિંહ ચૌહાણ આપ આવા માતા-પિતા વિહોણાં બાળકોના પાલક પિતા બનવા બદલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here