હાલોલમાં મુસ્લિમ પરિવાર સાથે વર્ષોથી રહેતા કનુભાઈ પટેલનુ અવસાન થતા હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ ભેગા મળીને અંતિમ સંસ્કાર કર્યા

હાલોલ, (પંચમહાલ) ઇરફાન શેખ :-

પંચમહાલ જીલ્લાના હાલોલ શહેરના મુસ્લિમ પરિવારમાં રહેતા એક હિન્દુ સભ્યનું અવસાન થતા તેમનુ ધાર્મિક રિતી રિવાજો મુજબ મુસ્લિમ અને હિન્દુ સમાજના લોકોએ ભેગા મળીને સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કર્યા હતા.અવસાન પામેલા ઈસમ કનુભાઈ વર્ષોથી તેમના ઘરે રહેતા હોવાથી તે ઘરના પરિવારના સભ્ય બની ગયા હતા.તેમના અવસાનના પગલે પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો.
હાલોલ નગરનાં પાવાગઢ રોડ પર કલદાર પરિવારની સાથે ડભોઈના વતની કનુભાઈ પટેલને ઘેરો નાતો હતો.સમય જતા કનુભાઈ તેમના પરિવારની સાથે જ રહેવા લાગ્યા હતા અને એક પરિવારના સભ્ય પણ બની ગયા હતા.હાલોલ નગર પાલિકાના પુર્વ પ્રમુખ મર્હુમ મુસ્તુફા ભાઈ કલદારના ખાસ મિત્ર હતા.તેમના અવસાન પછી કનુભાઈ પટેલની સંભાળ કલદાર પરિવારના સભ્યો રાખતા હતા.કનુભાઈની પટેલની ઉમર થઈ જતા અવસાન થયુ હતુ.તેમના અવસાનથી તેમના પરિવારના સભ્યોમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ હતી.કનુભાઈ પટેલનું હિન્દુ રિતી રિવાજ મુજબ અંતિમ ક્રિયા કરવામા આવી હતી.જેમા કલદાર પરિવારના સભ્યોએ પણ કનુભાઈ પટેલની અર્થીને કાંધ આપી હતી. સાથે સાથે અન્ય હિન્દુ અને મુસ્લિમ અગ્રણીઓ પણ જોડાયા હતા.અને સ્મશાન ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા.આમ બંને સમાજના લોકોએ ભેગા મળીને માનવતાધર્મનુ ઉત્તમ ઉદાહરણ સમાજને પુરુ પાડ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here