પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધી યોજના હેઠળ ૧૦ દિવસીય રાષ્ટ્રવ્યાપી e KYC ઝુંબેશ હાથ ધરાશે

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

ગ્રામ્ય,તાલુકા અને જિલ્લા લેવલે e KYC થઇ શકશે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધી યોજના હેઠળ ભારત સરકારશ્રી દ્વારા ૧૫માં હપ્તાથી ઈ-કેવાયસી ફરજીયાત કરવામાં આવેલ છે. આથી જે લાભાથીઓને ૧૫મો હપ્તો મળેલ ન હોય તો ૧૫મો હપ્તો અને આગામી ૧૬મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી બાકી હોય તેવા તમામ લાભાર્થીઓએ ઈ-કેવાયસી ફરજીયાત કરાવી લેવાનું રહેશે. સરકારશ્રી દ્વારા તા.૧૨ થી ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ દરમ્યાન કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફતે ૧૦ દિવસીય રાષ્ટ્રવ્યાપી “e KYC” માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. જેથી જેનુ ઈ-કેવાયસી બાકી છે. તેવા લાભાર્થીઓએ ગ્રામ્ય કક્ષાએ / નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે.

આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવકશ્રી, તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારીશ્રી(ખેતી), તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીએ રૂબરૂ ઉપસ્થિત રહી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા “e KYC” કરાવી શકશે.

વધુમાં ગ્રામ્ય કક્ષાએ કોઈપણ યુવાન દ્વારા PM કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી પીએમ કિસાનના લાભાર્થીના આધાર ઓટીપીનો ઉપયોગથી લોગ ઈન કરી અન્ય ૧૦ લાભાર્થીઓનું ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈન્કેવાયસી કરી શકે છે. જે લાભાર્થીઓનો આધાર સાથે મોબાઈલ લીંક હોય તેવા લાભાર્થીઓ આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા પણ સરળતાથી જાતે જ “e KYC” કરી શકે છે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here