સુરત શહેરના ઉત્રાણ પોલીસ તથા ઉચ્ચ શાખાઓના નાક નીચે ચાલતા જુગારધામ પર ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા….

સુરત, દિપ મહેતા :-

ગુજરાત રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલના પી.એસ.આઇ શ્રી ડી.જે.બારોટ સાહેબને બાતમી હકિકત મળેલ કે, “સુરત શહેર, ઉત્રાણ ખાતે આવેલ ભરથાણા ગામ થી ભરથાણા ટી-પોઇન્ટ તરફ જતા રસ્તે ડાબી તરફ શેરડીના ખેતરની પાછળ આવેલ ખરાબાની જગ્યામાં બે ઇસમો નામે અનિલ પાંડે, રહે-અમરોલી, સુરત શહેર તથા કમલેશ જૈન, રહે-સુરત શહેરનાઓ તાડપત્રીથી છાયડો કરી તેની નીચે ખુલ્લી જગ્યામાં જાહેરમાં તેના મળતીયા માણસો બેસાડી તથા બહારથી માણસો બોલાવી નાળ ઉઘરાવી તેરીયાનો અંદર-બહારનો હારજીતનો જુગાર રમી/રમાડે છે”.” તે માહિતી આધારે તા.૦૧/૧૧/૨૦૨૨ ના રોજ રેઈડ કરી, કુલ ૧૩ ઇસમોને રોકડ રૂપિયા ૪,૮૧,૪૦૦/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૬,૫૨,૪૦૦/- નો મુદ્દામાલ કબજે કરી, પકડાયેલ ૧૩ આરોપીઓ તથા વોન્ટેડ ૦૨ આરોપીઓ વિરુદ્ધ સુરત શહેરના ઉત્રાણ પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

આશ્ર્ચર્ય વાત એછેકે સુરત શહેરમાં પી.સી.બી. શાખા જેવી ઉચ્ચ શાખાઓ હોવા છતા ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલે કાર્યવાહી કરવી પડે ?…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here