સુરત શહેરના ઇચ્છાપોર પોલીસ મથકના અધિકારીઓ ગુજરાત રાજ્ય ગૃહ મંત્રીશ્રીને પહેરાવી રહ્યા છે ઉલ્ટા ચશ્માં..!!

સુરત, દિપ મહેતા :-

રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટીના સુરત શહેરના યુવા પ્રમુખ દિપભાઇ મહેતા દ્વારા ગત તારીખ 30/08/2022 ના રોજ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રીશ્રીને ઇચ્છાપોર પોલીસ મથકની હદમાં ચાલતા દારૂના વ્યવસાય બંધ કરાવવા અરજી કરી હતી.
પરતું તે અરજી અનુસધાને જ્યારે દિપભાઇ મહેતાને નિવેદન લખવા પહોંચ્યા ત્યારે તો કંઇક અલગ જ જાણવા મળેલ છે ઇચ્છાપોર પોલીસ મથકની હદમાં 60 થી પણ વધારે દેશી તથા વિદેશી દારૂના કાળા કરોબાર ધમધમી રહ્યા છે ?
આ જોતા જણાય છે કે દારૂ બંધી માત્રને માત્ર કાગળ પર છે ?
શું ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી ઇચ્છાપોર પોલીસ મથકની હદમાં ચાલતા દારૂના વેચાણ પર રોક લગાવી શક્શે ખરા..?
કે પછી ભૂતકાળમાં થયેલ લઠ્ઠાકાંડ બાદ આંખ ખુલશે ? એ તો આવનારો સમયજ બતાવશે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here