બી.એસ.વી મદની પ્રાયમરી સ્કુલ મોડાસામાં ધોરણ 4માં ભણતી વિદ્યાર્થીની રાઠોડ અક્સા મેહદી હુસેનનું શાળામાં સન્માન કરવામાં આવ્યું

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

બી. એસ. વી મદની પ્રાયમરી સ્કુલ મોડાસામાં ધોરણ 4માં ભણતી વિદ્યાર્થીની રાઠોડ અક્સા મેહદીહુસેન નું શાળામાં સન્માન કરવામાં આવ્યું હતું આ માસુમ વિદ્યાર્થીનીને શાળા રિશેષ દરમિયાન સોનાની બુટ્ટી મળેલ જે શાળા ઓફિસમાં જમાં કરવી તેના મૂળ માલિક ને પરત કરી પ્રમાણિકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ.જે શાળા માટે એક ગર્વ ની બાબત છે ,સાથે શાળા ના અન્ય વિદ્યાર્થી ને પણ પ્રોત્સાહન મળે તે માટે તેનું પ્રાથના સભામાં આચાર્ય સુથાર ઇલિયાસ દ્વારા સન્માન કરી મોમેંટો દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here