ડભોઇ પોલીસ દ્વારા ઇદે મિલાદના તહેવારને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

આવતી કાલે ઉજવાનાર ઇદે મિલાદુન નબી ના તહેવાર નિમિત્તે ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.પોલીસ અધિક્ષક તેમજ નાયબ પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ યોજાયેલી શાંતિ સમિતિ ની બેઠક માં ડભોઇ તાલુકા ના 9 જેટલા ગામો માં ઇદે મિલાદ ની ઉજવણી ના ભાગરૂપે તમામ ગામો ના આગેવાનો સાથે ચર્ચા કરી તહેવાર ને શાંતિ પૂર્ણ તેમજ ભાઈચારા થી ઉજવાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે પુરી તકેદારી રાખવા તેમજ હાલમાં ચાલતા બાળકો ઉઠાવ ગીરોથી સાવધાન રહી જુલૂસ માં પોતાના બાળકોનું પૂરતું ધ્યાન રાખે તેવી સૂચનાઓ શાંતિ સમિતિ ની બેઠક માં જણાવવા માં આવી હતી.ડભોઇ નગર માં ઇદે મિલાદ ના દિવસે ભવ્ય ઝુલુસ કાઢવામાં આવે છે જેમાં ઠેર ઠેર મુસ્લિમ બિરાદરો દ્વારા નિયાજ તેમજ બાળકો માટે ખાણી પીણી ની ચીજ વસ્તુઓ વહેંચવામાં આવે છે કોરોના કાળ બાદ બે વર્ષે ઇદે મિલાદ નું ઝુલુસ નિકળનાર હોઈ મુસ્લિમ બિરાદરો માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જેથી ડભોઈ પોલીસ દ્વારા શાંતિ સમિતિ ની બેઠક માં ઉપસ્થિત આગેવાનો ને શાંતિપૂર્ણ રીતે ભાઈચારા થી તહેવાર ઉજવાય તે માટે તકેદારી રાખવા અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here