સુરત : મીર તકી મીર ઉસ્માની પ્રા.શાળામાં રમતોત્સવ ૨૦૨૨ની ભવ્ય ઉજવણી…

સુરત, દિપ મહેતા :-

શાળાની વિદ્યાર્થીનીઓમાં વિવિધ રમતો અંગે જાગૃતિ ફેલાય તથા બાળકીઓ રમતો રમી તંદુરસ્ત અને આનંદીત રહે તે હેતુથી આજ રોજ સુરતની મીર તકી મીર ઉર્દૂ પ્રાથમિક શાળામાં આચાર્ય શ્રી પઠાણ રહેમાન ખાન સાહેબના માર્ગદર્શન હેઠળ રમતોત્સવ ૨૦૨૨નું સુંદર આયોજન હાથ ધરાયું હતું.
જેમા અતિથિ વિશેષ તરીકે સી.આર.સી. શ્રી શેખ આસિફ અબુતાલીબ સાહેબ હાજર રહ્યા હતા.
જ્યાં એક દિવસીય યોજાયેલ રમતોત્સવ ૨૦૨૨ અંતર્ગત પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ મોટી સંખ્યામાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. શાળામાં અનેરા ઉત્સાહ અને આનંદના દ્રશ્યો જોવા મળ્યા હતા.
જેમાં વિદ્યાર્થીનીઓએ લીંબુ ચમચી, સંગીત ખુરશી,ફૂગ્ગા ફોડ,દોડ, લંગડી,સિક્કા ખોજ વગેરે જેવી રમતોમાં ઉત્સાહ સાથે ભાગ લઇ વિજેતા બન્યા હતા.
છેલ્લે શાળાના આચાર્યશ્રીએ સૌનો આભાર માની રમતોત્સવને સંપન્ન કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here