સુરત : અશફાકુલ્લાહખાન ઉર્દૂ પ્રા.શાળા દ્વારા રમતોત્સવ ૨૦૨૨ની ભવ્ય ઉજવણી

સુરત, દિપ મહેતા :- આસિફ ધંત્યા :-

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૩૬મી નેશનલ ગેમ્સ ૨૦૨૨ના લોગોનુ અમદાવાદ ખાતે અનાવરણ કરાયું હતું. આગામી ૨૭ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર સુધી ‘ગુજરાત’ નેશનલ ગેમ્સના આયોજનનું કેન્દ્ર બનશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેથી આ ગેમ્સનો પ્રારંભ થશે.
આ અનુસંધાને પ્રાથમિક શાળાના બાળકોમા વિવિધ રમતો અંગે જાગૃતિ ફેલાય તથા બાળકો રમતો રમી તંદુરસ્ત અને આનંદીત રહે તે હેતુથી આજ રોજ સુરતની અશફાકુલ્લાહખાન ઉર્દૂ પ્રાથમિક શાળામાં આચાર્યશ્રી શેખ ઝહુર સાહેબના માર્ગદર્શન હેઠળ બે દિવસીય રમતોત્સવ ૨૦૨૨નું સુંદર આયોજન હાથ ધરાયું હતું.જેમા રમતોત્સવના કન્વિનર તરીકે શફીક સર તથા આસીફ સરે સરસ ભૂમિકા ભજવી હતી. આ સાથે તમામ શિક્ષક ગણના સાથ સહકારથી કાર્યક્રમ આગળ વધ્યો હતો.
જેમા અતિથિ વિશેષ તરીકે સિમીમેર મેડિકલ કોલેજના ડૉ. અરુનિમા બેનરજી તથા શ્રી રાજેન્દ્રકુમાર પટેલ સાહેબે શાળામાં પધારી બાળકોને રમતોત્સવ સંદર્ભે પ્રોત્સાહિત કરી ઇનામ આપ્યા હતા.
જ્યાં બે દિવસીય યોજાયેલ રમતોત્સવ ૨૦૨૨ અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકોએ મોટી સંખ્યામાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. શાળાના મેદાનમાં અનેરા ઉત્સાહ અને આનંદના દ્રશ્યો જોવા મળ્યા હતા.
જેમાં બાળકોએ સ્લો સાઇકલ, લીંબુ ચમચી, સંગીત ખુરશી,ફૂગ્ગા ફોડ,દોડ, લંગડી,સિક્કા ખોજ, વેશભૂષા,ભમરડા,લખોટી વગેરે જેવી રમતોમાં ઉત્સાહ સાથે ભાગ લઇ વિજેતા બન્યા હતા.
છેલ્લે શાળાના આચાર્યશ્રીએ સૌનો આભાર માની રમતોત્સવને સંપન્ન કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here