વેજલપુર માઈકો કંપની નજીક અકસ્માત સર્જાતાં ઇજાગ્રસ્ત ને તાત્કાલિક તાલુકા પંચાયત પ્રમુખે ઉભા રહી હોસ્પિટલ પહોચાડયો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કાલોલ -ગોધરા હાઈવે રોડ ઉપર વેજલપુર થી કાલોલ તરફ આવતાં રોડ ઉપર માઈકો કંપની નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.એ જ સમયે કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર ત્યાંથી પસાર થતાં હતાં તે સમયે આ જોઈને ઉભા રહી ગયાં હતાં અને તાત્કાલિક એમ્બ્યુલન્સ ને ફોન કરી એક ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો જયારે અન્ય એકનું ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું.આમ કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોરે ઉભા રહી ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવામાં મદદ કરી રોડ પરની ટ્રાફિકની સમસ્યા પણ દૂર કરી માનવ સેવા નું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here