સિહોદ ગામ પાસે ભારજ નદીના પટમાં જનતા દ્વારા બનાવેલ ડ્રાઇવઝન બંધ કરી દેતા કારચાલકો અટવાયા

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સીહોદ ગામ પાસે ભારજ નદી ઉપર આવેલ બ્રિજ નેશનલ હાઈવે 56 ઉપર ખામી સર્જાઇ હતી તેથી પ્રશાસન દ્વારા પાવીજેતપુર વન કુટીરથી રંગલી ચોકડી થઈને બોડેલી વાહન વ્યવહાર ચાલુ કરાવવામાં આવ્યો હતો અને પ્રશાસન દ્વારા ડ્રાઇવઝન નક્કી કરવામાં આવ્યો હતો ત્યારે પાવીજેતપુર તાલુકાના સિહોદ તેમજ રાસલી ગામના આગેવાનો તેમજ ગ્રામજણો થઈને સિહોદ પાસેથી પસાર થતી ભારજ નદીના પટમાં જનતા માટે ઓટોરિક્ષા તેમજ મોટરસાયકલ કાર ચાલે તેવો સિમેન્ટના પાઇપ મૂકીને કાચો એક ડ્રાઈવરજન બનાવવામાં આવ્યું હતો પરંતુ ગત રાત્રીએ ગ્રામજનો દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો આ જનતાને આશીર્વાદરૂપ બનાવેલ ડ્રાઇવઝન બંને સાઈડ ઉપર જેસીબી મશીન દ્વારા ખાડા ખોદી દેવામાં આવ્યા હતા અને આ શોર્ટકટ ડ્રાઇવઝન રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારે આજે વહેલી સવારથી જ કારચાલક તેમજ ઓટો રિક્ષાવાળા અટવાયા હતા વાહનનું ઈંધણ તેમજ સમય બચાવતો ભારત નદીના પટમાં આવેલ ડ્રાઈવજન બંધ કરી દેતા ફરી લોકોને ફરી ફરીને જવાનો વારો આવ્યો સરકાર દ્વારા ભારજ પુલ ની બાજુમાં વિકલ્પિક કોઝ વે અથવા પાકકૂ ડ્રાઇવઝન વહેલી તકે બનાવવા માઆવે તેવી લોક માગ યુદ્ધના ધોરણે સરકાર દ્વારા લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા નક્કર પગલા લેવા જોઈએ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here