નસવાડી : છોટાઉદેપુરના રોજકુવા ગામના આદિવાસી દંપતી કાઠિયાવાડ ખેતમજૂરી કરવા ગયા હતા પરંતુ ખરા પરસેવાના રૂપિયા ન મળતા કરી ફરિયાદ…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

વાડી નો માલિક વારંવાર આદિવાસી મહિલાની છેડતી કરતો…. સહન ન થતા ફરિયાદ કરવા મજબૂર બની આદિવાસી મહિલા

ખેતી મજૂરી ના ખરા પરસેવાના ₹2,82,000/- ન આપ્યાની ઘટના સામે આવતા આદિવાસી મજૂરવર્ગ માં રોષ

આ બનાવના ની ફરિયાદ છોટાઉદેપુરના ધારાસભ્યને કરતા તેમને ન્યાય મળે તે હેતુ થી તેમને લેટર પેડ પર શ્રમ નિયામક આયુક્તની કચેરીએ અને નકલ રવાના મુખ્યમંત્રી અને પોલીસ અધિક્ષક શ્રી પોલીસ ભવન સુરેન્દ્રનગર ખાતે કરેલ છે

છોટાઉદેપુર જિલ્લાના રોજકુવા ગામના દંપતી ખેત મજૂરી કરવા કાઠિયાવાડ માં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ઇસોદરા ગામે ચોથા ભાગે જમીન રાખી ખેતી કરતા અને મજૂરી કરી પોતાનું પેટીયું રડતા હતા એમાં ત્રીસ વીંઘા જમીન ખેતી કરવા માટે આપેલ હતી વાડીના માલિક હરેજા દિનેશભાઈ જેસિંગભાઈ ની વાડી માં પરિવાર સાથે રહેતા હતા અને કપાસ રાયડો અને દિવેલા ની ખેતી કરી હતી જેમાં પાક તૈયાર થતા તેમનો કપાસનો ચોથો ભાગ જેની કિંમત ₹ 1,81,485/- તથા એરંડાનો ભાવ ₹ 45,000/- તથા બાટના પાકના ₹ 56,000/- મળી કુલ રૂપિયા 2,82,000/- લેવાના થાયછે જે વાડીના માલિક આપતા નથી અને પતિની ગેરહાજરીમાં આદિવાસી મહિલાની છેડતી કરેલી છે તેવું અરજીમાં લખેલું છે દંપતીના જણાવ્યા પ્રમાણે થોડા દિવસ અગાવ ખેડૂત પાસે પોતાના ભાગની રકમની માંગણી કરેલી અને ખેડૂતે જણાવેલ કે એક બે દિવસમાં આપી દઈશ તેમ જણાવવામાં આવેલ હતું અને તેજ દિવસની રાત્રેએ વાડીમાં આવેલ ઓરડીમાં આરામ કરતા હતા અને મારા પતિ થાકના કારણે સુઈ ગયા હતા તે સમયે વાડી વાડા દિનેશભાઈ મારી પાસે આવી કહેવા લાગ્યા કે આપણે પાણી વળવા માટે જવાનું છે એમ કહી મહિલાને ખેતરમાં લઈ ગયા હતા અને ખેતરમાં ગયા બાદ મહિલાની છેડતી કરેલી અને મહિલાની ઈજ્જત લૂંટવાનો પ્રયત્ન કરતા મહિલાએ બુમાબુમ કરતા મહિલાના પતિ આવી પહોંચ્યા હતા એ દરમિયાન વાડીના માલિકે દંપતીને જોર જોર થી ગંદી ગંદી ગાળો આપવાનું ચાલુ કરી દીધું હતું અને જણાવેલ કે હવે મારે તમોને એક પણ રૂપિયો આપવાનો નથી અને તમે હમણાં ને હમણાં ચાલ્યા જાવ નહીતર તમને મારી નાખીશું તેવી ધમકી આપવામાં આવી હતી અને વાડીના માલિક તેમના ઘરે જઈને પાછા બંને દીકરાને લઈને આવેલા અને ત્રણેય બાપ દીકરા ભેગા મળીને અમને કુહાડી વડે મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને અમે પતિ પત્ની પુત્ર સાથે જેમ તેમ કરીને વાડીમાંથી અમારો જીવ બચાવીને અમારા ઘરે રોજકુવા ગામે પરત ફરેલા છે અને અમને ભાડુ પણ આપવામાં આવેલ નથી અને અમે લોકોની પાસે ઉછીનું ભાડુ લઈને અમારા ઘરે આવેલા છે આવું અરજીમાં લખેલ છે અને વાડી વાળાએ બીભત્સ વર્તન કરેલ અને સાલા આદિવાસીઓ અમારી પાસે પૈસા મંગોછો જો હવે માંગણી કરીછે તો અમને જીવતા કાપી નાખીશું તેમ કહી અમારી જાતિ વિષયક અપમાનિત કરેલ છે અને મારી છેડતી કરી મારી ઈજ્જત લૂંટવાનો પ્રયાસ કરેલ છે અને અમારા ચોથા ભાગની રકમ આપવાની ના પાડી દીધેલ છે અને આ રીતે રોજકુવાના દંપતી સાથે વિશ્વાતઘાત કરેલ છે અને છેતરપિંડી કરેલ છે તથા મારી નાખવાની ધમકી આપેલ છે ગંદી ગંદી ગાળો આપેલ છે જેથી તમામ સામે આઈ.પી.સી કલમ 354,406,420,504,તથા 506(2) તથા એટ્રોસિટી એકટ મુજબ ગુન્હો નોંધી ફરિયાદ કરેલ છે જે દંપતીએ છોટાઉદેપુરના ધારાસભ્ય ને ફરિયાદ કરતા તેમને પોતાની લેટર પેડ પર લખાણ લખી મે. શ્રમ નિયામક શ્રી શ્રમ આયુક્તની કચેરી સેક્ટર,11 ગાંધીનગર ખાતે તેમને તેમનો હક મળે તે માટે કાયદેસરની કાર્યવાહી થાય તેની લાગણી અને માંગણી કરેલ છે અને ધારાસભ્યએ મુખ્યમંત્રી અને પોલીસ અધિક્ષક શ્રી પોલીસ ભવન સુરેન્દ્રનગર ખાતે પણ નકલ રવાના કરેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here