સિદ્ધપુર ખાતે આગામી ૨૬ ડિસેમ્બરે સમસ્ત બ્રહ્મસમાજ ગુજરાત (રાજ્ય કક્ષા)ની બેઠક યોજાશે…

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

મિટિંગની તૈયારીના ભાગરૂપે આજ રોજ પાટણ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનોની બેઠક મળી

આગામી તારીખ 26 ડિસેમ્બરના રોજ સિદ્ધપુર માં આવેલ સ્વયંભુ શ્રી અરવડેશ્વર મહાદેવ સ્થિત તપોભૂમિ આશ્રમ ખાતે પ.પૂ. દેવશંકર ગુરુ મહારાજના સાનિધ્યમાં સમસ્ત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) કારોબારીની મીટીંગ સિધ્ધપુર ના વતની પૂર્વ સાંસદ દિલીપભાઇ પંડ્યા ના યજમાન પદે મળવા જઈ રહી છે.આ મિટિંગની તૈયારીના ભાગરૂપે આજરોજ પાટણ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનોની એક અગત્યની બેઠક મળી હતી.જેમાં આગામી રાજ્યકક્ષાની કારોબારીની બેઠક અંગે કાર્યક્રમને તૈયારીઓને આખરી સ્વરૂપ આપવામાં આવ્યુ હતું. આ આયોજનના ભાગરૂપે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લા પ્રમુખ વિરેશભાઈ વ્યાસ,તાલુકા પ્રમુખ અરૂણભાઇ પાધ્યા, વિરલભાઇ ભટ્ટ,સંગીતાબેન જોશી,અવનીબેન જોશી ગોપાલભાઈ પાધ્યા,નિરંજનભાઇ ઠાકર,કલ્પેશ રાવલ.મૌલિક આચાર્ય.નીરવ વ્યાસ.રોહિત રાવલ તેમજ ઉર્વીશભાઈ પંડ્યા સહિત મોટી સંખ્યામાં વિપ્ર વર્ગ ઉપસ્થિત રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here