ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-
આજરોજ સમૌમોટા પગાર. કેન્દ્ર શાળા ના પ્રીન્સીપાલ શ્રી દિલીપભાઈ ચૌધરી તેમજ શિક્ષક શ્રીઓએ સરપંચ શ્રી જાદવ વજેસિંહ જસવંતસિંહ ની શુભેચ્છા મુલાકાત લીધી અને સમસ્ત સ્ટાફે સાલ ઓઢાડીને સન્માન કર્યું અને શાળા ના વિકાસલક્ષી કામો તેમજ આજુબાજુ નું વાતાવરણ સુંદર અને સ્વચ્છ કરી બાળકો ને સારું વાતાવરણ મળી રહે ,વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી.. આપણી સ્કૂલ નો જે સ્ટાફ છે તે ખૂબ જ ઉત્સાહીત છે અને લાગણીશીલ છે અમારી પંચાયત ની સમસ્ત ટીમ આપની સાથે છે એવી સરપંચ શ્રી એ ખાતરી આપી અને બાળકો ના ઉજ્જવલ ભવિષ્ય ની કામના કરી..