સમગ્ર શિક્ષા અભિયાન અન્વયે SMC – SMDCના સભ્યોને તાલીમ આપવામાં આવી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સમગ્ર શિક્ષા અભિયાન અન્વયે ચાલુ શૈક્ષણિક સત્રમાં આજરોજ સમગ્ર નર્મદા જિલ્લાની સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) તેમજ શાળા સંચાલન અને વિકાસ સમિતિ (SMDC) ના સભ્યોની રાજ્યકક્ષાની એક દિવસીય તાલીમ આજરોજ ૧૧ થી ૧૨:૩૦ કલાક સુધી બાયસેગ વંદે ગુજરાત ચેનલ નંબર ૧ અને યુટ્યુબના માધ્યમથી યોજવામાં આવી. આ તાલીમમાં SMC – SMDC ના કર્યો, ફરજો, શાળા વિકાસ યોજના, શિક્ષણ ગુણવત્તા સુધારણા માટેના વર્તમાન કાર્યક્રમો, શાળાની માળખાકીય સુવિધાઓ, દિવ્યાંગ બાળકોને શિક્ષણ, કન્યાઓને સહાય, કુદરતી આપત્તિ વ્યવસ્થાપન, ડિજિટલ સુવિધાઓ, વોકેશનલ શાળા અને શાળા બહારના બાળકો જેવા વિવિધ વિષય પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે એમ ધવલીવેર અને દેવમોગરા ક્લસ્ટરના સી.આર.સી અમિત ગીરી ગોસ્વામીની યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here