ફરીયાદ પક્ષ કાયદેસરનુ લેણુ પુરવાર ન કરી શકતા આરોપીને કરેલ સજા હાલોલ સેશન્સ કોર્ટે રદ કરી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

હાલોલમા પેપરપેક ઈન્ડસ્ટ્રીઝ ધરાવતા મનીષભાઈ કાંતિલાલ જોશી સામે હાલોલના ચૌધરી સ્ક્રેપ સપ્લાયર ના પ્રોપરાઈટર કમ ઓનર તરીકે હીરાજી ઉફેઁ હીરાલાલ તગાજી મારવાડી ઉફેઁ સિંઘલ દ્વારા વેપાર ધંધા નાં પરીચય ના માધ્યમ થી મનીષભાઈ ને નાણાકીય ભીડ હોવાથી રૂ ૩,૫૦,૦૦૦/ હાથ ઉછીના આપ્યા હતા જે રકમ પરત કરવાના વ્યવહાર મા મનીષભાઈ એ ચાર ચેક આપ્યા હતા જે ચેક અપૂરતા ભંડોળ ને કારણે પરત ફરતા હાલોલના ચીફ જ્યુ મેજિસ્ટ્રેટ દ્વારા એક વર્ષ ની સાદી કેદની સજા તથા ચેકની રકમ નુ વળતર આપવા ગત તા ૦૨/૧૨/૨૦૨૨ ના રોજ હુકમ કર્યો હતો જે હુકમ થી નારાજ થઈ આરોપી મનીષભાઈ કાંતિલાલ જોશી એ તેઓના એડવોકેટ જીજ્ઞેશ બી જોશી દ્વારા હાલોલના બીજા અધીક સેશન્સ જજ સમક્ષ અપીલ દાખલ કરી હતી જે અપીલ મા રેકર્ડ પરના પુરાવાઓ નુ પુનઃ મુલ્યાંકન કરતા ફરિયાદીએ આરોપીને હાથ ઉછીના રૂપિયા આપ્યા હોવાનુ નિઃશંકપણે અને હકારાત્મક રીતે પુરવાર થતુ ન હોય તેમજ આરોપીએ આપેલ ચેક કાયદેસરના દેવા અથવા જવાબદારી પેટે આપ્યા હોવાનુ પુરવાર કરવાની જવાબદારી ફરિયાદ પક્ષ ની હોવા છતા પણ ફરીયાદી આ મહત્વની હકીકત પુરવાર કરી શકેલ નથી ફરિયાદી ની આવકના સ્ત્રોત પણ જાહેર કરેલ નથી ફરીયાદી એ રૂ ૩,૫૦,૦૦૦ ની રકમ ક્યારે , કેવી રીતે, ક્યા માધ્યમથી, કઈ તારીખે , કયા સંજગોમાં આપી તે પણ પુરવાર કરી શકેલ નથી વધુમા ઉલટ તપાસમાં ફરિયાદીએ કબુલ કરેલ કે આરોપી સાથે કોઈ ધંધાકીય સંબંધો નથી જે વિગત ચેક રીટર્ન ની ડિમાન્ડ નોટીસ ના જવાબમાં પણ આરોપીએ સ્પષ્ટ કરેલ હોય વેપાર ધંધા ને કારણે આરોપી સાથે સંપર્ક ધરાવતા હોય તેવો કોઈ પુરાવો પણ રજૂ કરી શક્યા નથી વધુમાં ત્રણ ચેકમાં વ્યકિતગત રીતે અને ચોથા ચેકમાં પ્રોપ્રરાઈટર તરીકે ફરિયાદ દાખલ કરી છે તેમ છતાં પણ ફરીયાદી પોતે ચોધરી સ્ક્રેપ ના પ્રોપ્રરાઈટર હોય તેવો કોઇ આધાર રજુ કરેલ નથી તેવી તમામ વિગતો ને ધ્યાને રાખીને હાલોલના બીજા અધીક સેશન્સ જજ એસ સી ગાંધી એ એડવોકેટ જે બી જોશી ની દલીલો ને આધારે અને રેકર્ડ ઉપર ના પૂરાવા ને ધ્યાને લઈ નીચલી કોર્ટે આરોપીને કરેલ સજા નો હુકમ રદ કરી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો આદેશ કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here