સંખેડા તાલુકાના હરેશ્વર પ્રથમિક શાળાની શિક્ષિકાની રાજ્યના મધ્ય ઝોનમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી.. રાજ્યપાલના હસ્તે એવોડ આપવામાં આવશે

સંખેડા, (છોટાઉદેપુર)-ચારણ એસ વી :-

રાજ્યના મધ્ય ઝોનમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામતા શિક્ષણ દિને રાજ્યપાલના હસ્તે એવોડ આપવામાં આવશે આ શિક્ષિકાબેનએ 1 પુસ્તક અને બે કવિતા પણ લખી છે જયારે આ શિક્ષીકાની મહેનતથી જિલ્લાકક્ષાની અલગ અલગ પ્રવુતિઓમાં શાળાનો પ્રથમ નંબર આવ્યો છે

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના હરેશ્વર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ચુડાસમા છાયાબેન મોહિતકુમાર સંખેડા તાલુકામાં વર્ષ 2005 થી ફરજ બજાવતા હતા અને વર્ષ 2013 થી હરેશ્વર પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યા છે ત્યારે શાળામાં બાળકોને અલગ અલગ અભ્યાસક્રમના પાઠોનું પેક્ટિકલ નાટક કરાવી બાળકોને અભ્યાસ કરાવતા હતા જયારે ભારતની સંસ્કૃતિ કાયદાઓ તેમજ અન્ય વિષયનું સમજણ બાળકોને આપતા હતા જયારે ગામોં અને અલગ અલગ પ્રવાસન સ્થળ બાળકોને મુલાકાત કરાવી દરેક પરિસ્થિતિનું બાળકોને સમજણ આપતા હતા જયારે શાળામાં કોઈ બાળક ના આવે ત્યારે રીસેશ સમયે વાલીઓ પાસે જાય વાલીઓને સમજાવી બાળકો શાળાએ મોકલવા અનુરોધ કરતા હતા જયારે શાળાના બાળકોને અલગ અલગ પ્રવુતિઓમાં તૈયાર કરતા હતા જેને લઇ 2022માં કલામહાકુંભમાં જોન કક્ષાએ સાર્વજનિક પ્રવુતિઓમાં શાળાનો પ્રથમ નંબર આવ્યો છે અને જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં પણ શાળાઓનો સતત ૩ વર્ષમાં પ્રથમ નંબર આવ્યો છે સ્વરચિત કવિતા અને હર ઘર તિરંગા એમ બે કવિતો અને એક બાપનો વ્હાલો દરિયો પુસ્તક આ શિક્ષીકાએ લખ્યો છે અને ગામની ગરીબ બાળકીઓને દત્તક લઇ તેઓને ખર્ચ ઉઠાવી અભ્યાસ કરાવે છે જેવી અનેક પ્રવુતિઓથી આ શિક્ષિકા વખાણે છે જેને લઇ તમામ આ શિક્ષિકાની રાજ્યના મધ્ય ઝોનમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરાઈ છે અને શિક્ષક દિનને આ શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે એવોડથી સન્માનિત કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here