નર્મદા એલ. સી. બી. પોલીસે સુરજ્વડ ખાતે ખુલ્લા ખેતર મા જુગાર રમતાં સાત જુગારીઓ ઝડપી પાડયા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

જુગારીઓ પાસેથી રૂપિયા 1.17 લાખ નો મુદ્દામાલ જપ્ત ત્રણ જુગારીઓ ફરાર થતાં વોન્ટેડ

નર્મદા જિલ્લા માં ફેલાયેલ આંકડા જુગાર સહિત ની અસામાજિક પ્રવૃતતિઓ ડામવાની સૂચના અને માર્ગદર્શન વડોદરા રેનજ આઈ. જી. એમ. એસ. ભરાડા સહિત નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ તરફથી મળેલ હોય સમગ્ર જિલ્લા પોલીસ સતર્ક બની છે. ત્યારે નર્મદા જિલ્લા એલ. સી. બી. પોલીસ ના પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ. પટેલ ને બાતમી મળતા સુરજ્વડ ગામ ની સીમ મા ખુલ્લા માં જુગાર રમતાં સાત જુગારીઓ ને ઝડપી પાડયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર સુરજવડ ગામ ની સીમ મા ખુલ્લા માં કેટલાક જુગારીઓ ગેરકાયદેસર જુગાર રમતાં હોવાની બાતમી એલ. સી. બી. પોલીસ ને મળતા પોલીસે બાતમીના સ્થળે રેડ કરી હતી જેમાં જુગાર રમતા ૧) રવિકુમાર કંચન પ્રજાપતિ ૨) ભરત કાનજી વસાવા ૩) અલ્કેશ વિજય વસાવા ૪) નીતિન રમણ વસાવા તમામ રહે. રાજપીળા ૫) પ્રવીણ ઉર્ફે પવો અર્જુન વસાવા રેહ. વાઘપરા ૬) ઝાકીર ઐયુબખાન રાઠોડ રહે. નલગામ અને ૭) રાજુ સંકર તડવી રહે. કરાંથા ને ઝડપી પાડયા હતા.

પોલીસ દ્રારા ઝડપાયેલા આરોપીઓ પાસેથી રૂપિયા ૧૧૩૧૨૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ ની રેડ દરમ્યાન ફરાર થયેલા જુગારીઓ ૧) કનુ જેસલ ભીલ રહે. ધમસિય તા. નસવાડી ૨) દીવાન યુસુફ ખાં અને રહે. સાવલી ૩) દિનેશ ગોપાલ તડવી રહે. મોટા રાયપરા નાઓ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here