લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ – ૨૦૨૦ અન્વયે સાગબારા તાલુકાના પાડી ગામના ૧૪ કસૂરવારો સામે પોલીસ ફરિયાદ દાખલ

સાગબારા,(નર્મદા) આશિક પઠાણ :-

જિલ્લામાં સરકારી કે ખાનગી જમીનો ઉપર ગેરકાયદેસર કબજો કનાર ઈસમો સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ – ૨૦૨૦ ની જોગવાઈઓ હેઠળ કડક કાર્યવાહી કરાશે

રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર જમીન પચાવી પાડનાર સામે કડક કાર્યવાહી થાય તે માટે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ – ૨૦૨૦ ની જોગવાઈઓ અમલમાં મૂકવામાં આવેલ છે. અત્રેનાં નર્મદા જિલ્લાનાં સાગબારા તાલુકાનાં મોજે. પાડી ગામનાં અરજદાર નરસિંહભાઈ ઉકડીયાભાઈ વસાવાએ મોજે. પાડી તા.સાગબારાનાં ખાતા નં.૧૭૩ થી આવેલ સર્વે નં. ૩ હે. ૨-૫૮-૦૪ આરે ચોમી તથા સર્વે નં.૪ હે.૧-૫૪-૪૦ આરે ચોમી વાળી જમીન બાબતે સામાવાળાઓ દ્વારા ગેરકાયદેસર કબજો કરેલ હોવા અંગે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ-૨૦૨૦ હેઠળ અરજી કરવામાં આવેલ હતી.

અરજદાર ની અરજી પરત્વે પ્રાંત અધિકારી દેડીયાપાડા તથા પોલીસ અધિક્ષક, નર્મદા મારફતે તપાસ કરાવી, તા.૧-૧૦-૨૦૨૧ નાં રોજ અધ્યક્ષ, જિલ્લા લેન્ડ ગ્રેબિંગ સમિતિ અને કલેક્ટર, નર્મદાનાં અધ્યક્ષસ્થાને મળેલ લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠકમાં અરજીમાં જણાવેલ સામાવાળાઓ દ્વારા સવાલવાળી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરેલ હોવાથી ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ – ૨૦૨૦ ની જોગવાઈઓ હેઠળ સામાવાળાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવેલ હતો તથા આ માટે તાત્કાલિક આગળની કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક, નર્મદાને સૂચના આપેલ હતી.

જિલ્લા લેન્ડ ગ્રેબિંગ સમિતિ દ્વારા કરવામાં આવેલ નિર્ણય મુજબ પોલીસ અધિક્ષક , નર્મંદાની કચેરી દ્વારા કાર્યવાહી હાથ ધરતાં, આ કામે સાગબારા પોલીસ સ્ટેશન ખાતે એફ.આઈ.આર. નં.૧૧૮૨૩૦૨૧૨૧૦૫૭૨/૨૦૨૧ થી ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ-૨૦૨૦ ની કલમ ૩, ૪(૩), ૫(ગ) હેઠળ કુલ ૧૪ ઈસમો સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ અંગે આગળની કાર્યવાહી હાલ ચાલુ છે.
નર્મદા જિલ્લામાં સરકારી કે ખાનગી જમીનો ઉપર ગેરકાયદેસર કબજો કનાર ઈસમો સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ – ૨૦૨૦ ની જોગવાઈઓ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે, જેની જાહેર નોંધ લેવા નર્મદા જિલ્લા કલેક્ટર તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here