પંચમહાલ રોજગાર કચેરી દ્વારા ઓનલાઈન રોજગાર સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ

કોવિડ સંક્રમણને ધ્યાનમાં શરૂ કરાયેલ પહેલ

માહિતી બ્યુરો, ગોધરાઃ પંચમહાલ જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર ઈચ્છુક વ્યક્તિઓ માટે ઓનલાઈન રોજગાર સેવાઓ આપવાની શરૂઆત કરવામાં આવી છે. ઉમેદવારોને ઘરે બેઠા દરેક પ્રકારની સેવાઓ મળી રહે તે માટે રોજગાર કચેરી દ્વારા ગુગલ ફોર્મ (https://forms.gle/kfQzdvGADrWntoor7) બનાવવામાં આવ્યું છે. આ ફોર્મ ભરીને જિલ્લાના ઉમેદવારો ઘરે બેઠા નામ નોંધણી, ભરતી મેળા, કારકિર્દી માર્ગદર્શન, કેરિયર કાઉન્સેલિંગ તેમજ સરકારી અને ખાનગી નોકરીઓની જાહેરાત અંગેની માહિતી, સ્વરોજગારલક્ષી યોજનાની માહિતી, NCS પોર્ટલ રજિસ્ટ્રેશન વગેરે સેવાઓનો લાભ મળશે. રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવવા માંગતા ઉમેદવારોએ તેમના તમામ અભ્યાસ (શૈક્ષણિક લાયકાત)ના પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર (અનામત કેટેગરીના ઉમેદવારો માટે), શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (એલ.સી.), આધારકાર્ડ (સરનામાનો પુરાવો) તેમજ કાયમી મોબાઈલ નંબર, ઈમેઈલ એડ્રેસની માહિતી પી.ડી.એફ અથવા સોફ્ટકોપી સ્વરૂપે dee-pan@gujarat.gov.in ઈ-મેઈલ એડ્રેસ પર મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી, ગોધરાનો ફોન નંબર- ૦૨૬૭૨- ૨૪૧૪૦૫ પર અથવા ઉપર જણાવેલ ઈ-મેઈલ દ્વારા જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે ૧૧.૦૦ થી ૦૫.૦૦ દરમિયાન ટેલિફોનિક સંપર્ક કરવા રોજગાર અધિકારી (વ્ય.મા.), ગોધરાની અખબારીયાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here