શહેરા,બોરીયા સામુહિક આરોગ્ય કેન્દ્ર અને નાંદરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવ્યા

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા,બોરીયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૨૦ તો નાંદરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૦ બેડની ઓક્સિજન ની સુવિધા સાથેના બેડ ઉભા કરવામાં આવ્યા

સમગ્ર ભારતમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવી દીધો છે છેલ્લા ૩ દિવસથી તો ૨ લાખ ઉપરાંતના કોરોના કેસોમાં વૃદ્ધિ થવા લાગી છે અને પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી હોય એમ લાગી રહ્યું છે કોરોના સંક્રમિત દર્દીઓને સરકારી હોસ્પિટલમાં ખાટલા નથી મળતાં તેઓને લોબીમાં જ સારવાર મેળવવી પડે છે આમ કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે ત્યારે જિલ્લા સમાહર્તા ના આદેનુસાર કોરોના સંક્રમિત ને નજીકમાં જ સારવાર મળી રહે તે આશય થી શહેરાના સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ બોરીયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર અને નાંદરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જ અનુક્રમે ૨૦-૨૦ અને ૧૦ બેડનું કોવિડ કેર સેન્ટર ઓક્સિજનની સુવિધા સાથે ઉભું કરવામાં આવ્યું છે.આમા મુખ્યત્વે કોરોના સંક્રમણ ધરાવતાં દર્દીઓ કે જેઓ લોહીનું ઊંચું દબાણ ( બી.પી.),ડાયાબિટીઝ ( મધુમેહ ) કે પછી અન્ય કોઈ લક્ષણ હોય તો તેઓને સમયસરની સારવાર અને દર્દી પર વ્યવસ્થિત દેખરેખ રહે તે માટે કોવિડ કેર સેન્ટર ઉભું કરવાનો ઉદ્દેશ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here