છોટાઉદેપુર જિલ્લામાં રેમડેસિવિર ઇંજેક્શન વિતરણ માટે નોડલ ઓફિસર નિમાયા

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

પ્રાંત અધિકારી બોડેલીની નોડલ ઓફિસર તરીકે નિમણુક કરાઈ

છોટાઉદેપુર જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓને ઉપયોગી રેમડેસિવિર ઇંજેક્શન કોરોનાની સારવાર કરતી હોસ્પિટલોને નિયમિત મળી રહે તે માટે સંકલન કરવા તથા જરૂરિયાતમંદોને વિતરણ કરવા માટે છોટાઉદેપુર જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ બોડેલીના પ્રાંત અધિકારી ઉમેશભાઈ શાહને નોડલ ઓફિસર નિયુક્ત કર્યા છે.
જિલ્લામાં covid-19 ના દર્દીઓની સારવાર આપતી જિલ્લાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોએ તેમજ દર્દીના સગાઓએ જરૂરી દસ્તાવેજો વોટસ એપ અથવા ઇ-મેઇલથી નોડલ અધિકારીને મોકલી રેમડેસિવિર ઇંજેક્શન મેળવી શકશે. નોડલ અધિકારી ઉમેશભાઈ શાહ, પ્રાંત અધિકારી અને સબ ડીવિઝનલ મેજિસ્ટ્રેટ, બોડેલી, કંટ્રોલ રૂમ નંબર/વોટસએપ નંબર ૦૨૬૬૫-૨૨૨૦૪૦ અને ઇ-મેઇલ prantofficebodeli@gmail.com ઉપર સંપર્ક કરી શકાશે એમ જિલ્લા કલેકટર, છોટાઉદેપુર તરફથી જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here