તિલકવાડા તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટર ગૌરાંગ પટેલને ખોટી રીતે હેરાનગતિ કરતા આખું ગામ ડો ગૌરાંગ પટેલના સમર્થનમાં ઉમટી પડયું

તિલકવાળા,(નર્મદા) વસીમ મેમણ :-

તિલકવાડા નગરના વચલી બજાર વિસ્તારમાં ડો ગૌરાંગ પટેલ BHMS ડીગ્રી ધરાવતા હોય અને છેલ્લા કેટલાક વર્ષો થી તિલકવાડા નગરમાં પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવે છે અને તિલકવાડા નગરમા છેલ્લા ઘણા વર્ષથી પબ્લિક ને સેવા આપે છે અને ખૂબ જ ઓછી કિંમતમાં લોકોની સારવાર કરતા હોય છે ડો ગૌરાંગ પટેલ ની હોસ્પિટલ માં તાલુકાના મોટાભાગના પેશન્ટો સારવાર માટે આવતા હોય છે અને નજીવા દરે ગૌરાંગ પટેલ દર્દીઓની સારવાર કરતા હોય છે.

જેમાં તિલકવાડા સરકારી હોસ્પિટલના તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુબોધકુમાર આજ રોજ ગૌરાંગ પટેલ ની હોસ્પિટલ માં આવી ફોટા પાડીને તિલકવાડા પોલીસ મથકે જાણ કરતાં ડોક્ટર ગૌરાંગ પટેલ ને તિલકવાડા પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા જેની જાણ થતાં તિલકવાડા નગરના રહીશો ભારે રોષે ભરાયા હતા અને તિલકવાડા પોલીસ મથકે મોટી સંખ્યા માં ગામ લોકો ડો ગૌરાંગ પટેલ ના સમર્થન માં ઉમટી પડ્યા હતા,
તિલકવાડા પોલીસ મથકે મામલો વધુ વણસતા તિલકવાડા તાલુકા પંચાયત ના અધિકારીઓ પણ પોલીસ મથકે આવી પહોંચ્યા હતા.

તિલકવાડા નગરના રહીશો નું કહેવું છે કે તિલકવાડાનગરમાં સરકારી હોસ્પિટલ તો છે પરંતુ જરૂરિયાત મુજબની સુવિધા ન હોવાને કારણે પબ્લિક પ્રાઇવેટ હોસ્પિટલમાં જતી હોય છે તિલકવાડા નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી ડોક્ટર ગૌરાંગ પટેલ નજીવા દરે લોકોની સેવા કરતા હોય છે અને અડધી રાત્રે પણ ગૌરાંગ પટેલ લોકો ની સારવાર માટે આવતા હોય છે તિલકવાડા તાલુકાની જનતાને ડો ગૌરાંગ પટેલ પર પૂરો ભરોસો હોય જેને આજ રોજ તિલકવાડા સરકારી હોસ્પિટલના ડોક્ટર સુબોધ કુમાર દ્વારા ખોટી રીતે હેરાન ગતિ કરવામાં આવી છે અને તિલકવાડા પોલીસ મથકે લાવવામાં આવ્યા છે જ્યારે તિલકવાડા સરકારી હોસ્પિટલ માં સારી સુવીધા આપવામાં આવતી નથી ત્યારે લોકો પ્રાઇવેટ હોસ્પિટલ માં જવા માટે મજબૂર થતા હોય છે અને પ્રાઇવેટ હોસ્પિટલ ના ડોકટર ને સરકારી હોસ્પિટલ ના ડોકટર સુબોધ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે તો પબ્લિક જાય ક્યાં જેથી ડો ગૌરાંગ પટેલ ના સમર્થન માં આખું ગામ ઉમટી પડ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here