ડીસા તાલુકાના આસેડા ગામે પાંચ દિવસ માટે આરોગ્ય તાલીમ કેમ્પ યોજાયો…

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

આજરોજ ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ પી.એચ.સી કેન્દ્ર પર આરોગ્ય સેવાઓનો પાંચ દિવસ માટે તાલીમ કેમ્પ યોજાયો હતો

ડીસા તાલુકાના આસેડા ગામે પાંચ દિવસ માટે આરોગ્ય તાલીમ કેમ્પ યોજાયો હતો. ડીસા તાલુકામાં ગ્રામીણ વિસ્તારોમાં લોકોને આરોગ્યની વધુમાં વધુ સેવાઓ મળી રહે તે માટે સતત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કેમ્પ યોજી અને તેમને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવે છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોને શહેરી વિસ્તારોમાં ખાનગી હોસ્પિટલોમાં મોટા ખર્ચા ન કરવા પડે તેવા હેતુથી ડીસા તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા વધુમાં વધુ સારવાર આપવામાં આવે છે ત્યારે આજે ડીસા તાલુકાના આસેડા ગામે ડીસા તાલુકા હેલ્થ અધિકારી ડો.જીગ્નેશ હરિયાણીના માર્ગદર્શન હેઠળ પાંચ દિવસ માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને આરોગ્ય કેમ્પ માં નાના બાળકોને તમામ પ્રકારની સારવાર કરવામાં આવી હતી તે ઉપરાંત ડીસા તાલુકાના જૂનાડીસા અને આસેડા ગામ માં આરોગ્યલક્ષી તમામ તપાસ આ કેમ્પમાં કરવામાં આવી હતી આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલ આ કેમ્પમાં ડો.કૌશિકભાઈ પંચાલ,ડો.દલપત મકવાણા, મંજુલાબેન પટેલ સહિતના આરોગ્ય કર્મચારીઓ એ આ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી તેમજ વધુને વધુ લોકોને આરોગ્ય લક્ષી સેવાઓ મળી રહે તે માટે પણ અપીલ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here