વાઘોડિયાની પારુલ યુનિવર્સિટીના ખેમદાસ આયુર્વેદ હોસ્પિટલના બાળરોગ વિભાગ દ્વારા પુષ્ય નક્ષત્રના અનુસંધાનમાં સુવર્ણ પ્રસાણ (આયુર્વેદિક રસિકરણ) નું આયોજન કરવામાં આવ્યું

વાઘોડિયા, (વડોદરા) સકીલ બલોચ :-

આ કેમ્પ માં વાઘોડીયા તાલુકા ના અલગ અલગ ગામ માં તથા આંગણવાડી ઓ માં આયોજન કરવામાં આવ્યું હતુ, આ કેમ્પ માં અંદાજે ૫૦૦ બાળકો એ લાભ લીધો હતો, આ સૂવર્ણ પ્રસાણ નિશુલ્ક આપવા માં આવ્યું હતું, વધુ માં જણાવી એ તો સુવર્ણ પ્રસાણ સુદ્ધ સોનાની ભસ્મ, ગાયનું ઘી, પંચગવ્ય,બ્રાહ્મી, શંખપુષ્પી જેવા આયુર્વેદિક યોગ્ય સંયોજન અને મિશ્રણ દ્વારા ઉત્તમ દિવ્ય પદ્ધતિ દ્વારા બનાવામાં આવે છે ,
સુવર્ણા પ્રષણ ના ફાયદા વિશે વધુ જણાવતા કહ્યું કે બાળક ની રોગ પ્રતિકારક શક્તિ વધે, શારીરિક વિકાસ યોગ્ય થાય, બાળક ને ચપડ અને બુદ્ધિ સાડી બનાવે, યાદશક્તિ વધારે ટૂંક માં કહીએ તો બાળક નું બળ, બુદ્ધિ, આયુષ્ય, જેવા તમામ મંગળકારી ગુણો નો વિકાસ થાય, યોગ્ય શારીરિક અને માનસીક વિકાસ થાય છે, વધુ મા જણાવી એ તો સુવર્ણ પ્રસાણ પુષ્ય નક્ષત્ર ના દિવસે આપવા થી બાળક ને વધુ ફાયદો થાય છે અને હોસ્પીટલ દ્વારા દર મહિના ના પુષ્ય નક્ષત્રમાં આ સેવા આજુ બાજુ ના ગામો મા આપવા મા આવશે
એમ ખેમદાસ આયુર્વેદ હોસ્પીટલ ના બાળરોગ વિભાગ ના હેડ ડો. સુનીલ ચાંગલે એ માહિતી આપી હતી.

આ સેવા આપવા માં
ડો. સુનીલ ચાંગલે,
ડો. શ્રી વીસાખ
ડો. અરુણ
ડો. અનૂપ અને
ડો. પીના નો સિંહ ફાળો રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here