છોટાઉદેપુર નગરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે 35 માં પાટોત્સવ નિમિત્તે પંચ કુંડી હવનનું આયોજન કરવામાં આવ્યું

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર ગાયત્રી શક્તિપીઠ ખાતે 35 માં પાટોત્સવ નિમિત્તે પંચ કુંડી હવન નું આયોજન કરવામાં આવ્યું હતું સવારના આઠ વાગ્યાથી જ ભક્તોની ભીડ ગાયત્રી શક્તિપીઠ ખાતે ભેગી થવા માંડી હતી. સાડા આઠ વાગે મહાકાળી મંદિર પાસે, રામ મંદિર ચોકથી નાની નાની બાળાઓ દ્વારા કળશ અને જવારા માથા પર મૂકીને માઁ ભક્તિમાં લીન થઈ શોભાયાત્રા નીકળી ગાયત્રી શક્તિપીઠ ખાતે આવી હતી. ત્યાં ગાયત્રી પરિવારના સભ્યો તમામ મંદિરના સંતો,મહંતો નું ખૂબ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદીર ના પટાંગણ માં પંચ કુંડી યજ્ઞનું પ્રારંભ કરવામાં આવ્યુ હતુ.
વડોદરા, બોડેલી અને આસપાસ ના ગામડાઓ માંથી ગાયત્રી પરિજનો ની વિશેષ ઉપસ્થિતિ શોભામાં અભિવૃધ્ધિ કરી હતી, વર્ષા બહેન આહિર , દિવ્યાબેન ચૌહાણ અને પ્રભાબેન, ગાયત્રી બેન વડોદરાથી વ્યસન મુક્તિ,સોળ સંસ્કાર નું અતિ પ્રભાવિત વકતવ્ય આપ્યુ. બોડેલી થી જીલ્લા સંયોજક જયંતિભાઈ યુવા પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિનુ સ્વાગત કરવામા આવ્યું,
ગાયત્રી પરિવાર છોટાઉદેપુર સર્વે ભક્તજનો નું આભાર વ્યકત કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here