વડોદરા છેતરપિંડીના ભોગ બનતા દેવાના ડુંગર નીચે દબાયેલા જોષી પરિવાર ૧૯ દિવસ બાદ ઘરે પરત ફર્યા

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

શહેરના ડભોઇ રોડ કપુરાઇ ચોકડી નજીક કાન્હા આઇકોનમાં રહેતા અને દેવામાં ડૂબી જવાથી આર્થિક સંકડામણ અને છેતરપિંડીનો ભોગ બનેલો શિક્ષક રાહુલ જોષીનો પરિવાર ગત ૨૦ મીએ રહસ્યમય સંજોગોમાં સુસાઇડ નોટ લખી લાપતા બન્યો હતો . આખરે ૧૯ દિવસ બાદ હેમખેમ પરત ફરતા પાણીગેટ પોલીસ દ્વારા નિવેદન લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે . ૨૦ સપ્ટેમ્બરના રોજ રાહુલ જોશી અને તેનો પરિવાર રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હતા ૧૯ દિવસ બાદ તેઓ ઘરે પરત ફર્યા આપઘાત કરવાથી સમસ્યા કારણ રાહુલ જોશી મીડિયા સાથે વાત કરતા જણાવે છે કે , મારી સાથે છેતરપિંડી થઇ છે . લોન અપાવવાના નામે મારી સાથે ઠગાઈ કરાઈ જેના કારણે મારા માથે ખૂબ મોટું દેવું થઇ ગયું હતું . દેવું થવાના કારણે મારી પાસે કોરોનાના લોકડાઉન સમયથી કોઈ આવક નહોતી . તે કારણે માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ . રાહુલ જોશી સાથે છેતરપિંડી થવાના કારણે હૂ મારા પરિવારે સાતે જીવન ટુંકાવવાનું પગલું ભરવાનો નિર્ણય કર્યો હતો ,, જો કે બાળકો દ્વારા સમજાવતા તેઓ ઘરે પરત ફર્યા છે . રાહુલ જોશી અને તેનો પરિવાર ઘરે પરત ફરતા તેઓને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા . પાણીગેટ પોલીસે સુસાઇડ નોટ ના આધારે રાહુલ જોશી અને તેમના પત્નીના નિવેદન લીધા હતા સદ્દનસીબે તમામ લોકો હાલ સલામત છે . પરંતુ મારા બાળકોએ મને રોકી દીધો અને કહ્યું કે , તમે અને મમ્મી આવું ન કરશો , આપણે લડીશું આપણી સાથે જેણે પણ આ બધું કર્યું એની સામે . મરી જવું એ કોઈ ઉકેલ નથી . વધુમાં રાહુલ જોશીએ જણાવ્યું કે , અમે પહેરેલા કપડે મરવા માટે નીકળી ગયા હતા . આટલા દિવસથી અમે લોકો ફૂટપાથ પર અને સ્ટેશન પર સૂઈને રાત વિતાવી હતી . છેલ્લે ઈન્સ્ટાગ્રામ પર અમારી એક ક્લિપ જોઈ જે જોઈને લાગ્યું કે આ ખોટું છે જેથી અમારે જાતે જાણ કરી દેવી જોઈએ . કોઈ આપણને લેવા આવે તે પહેલા હાજર થઇ જાતે રાહુલ જોશીએ . છેતરપિંડી વિશે વાત કરતા પાણીગેટ પોલીસ ને રાહુલ જોશી એ જણાવેલ કેઅલ્પેશ.પી . મેવાડા કરીને લોન એજન્ટ દ્વારા આ ઠગાઈ કરવામાં આવી છે . લોન એજન્ટે લોન મારા નામે ટ્રાન્સફર કરવા માટે તેણે જે કામગીરી કરી તેમાં મારું દેવું વધી ગયું હતું . સુસાઈટ નોટમાં કોર્પોરેટરના નામ લખવા બાબતે રાહુલ જોશીએ જણાવ્યું કે , આ કામમાં એમના બે ભાઈઓ મેઈન વિલન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here