વડોદરા : અગાઉ NDPS ના કેસમાં પકડાયેલ ઇસમ સુજાઉદ્દિન ઉર્ફે રાજા તથા મો.ખાલીદને ફરીથી માદક પદાર્થ ગાંજાના જથ્થા, રોકડ રકમ સાથે પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

વડોદરા, સકીલ બલોચ :-

વડોદરા શહેરનું યુવાધન તંદુરસ્ત રહે તેમજ આ યુવાધનને ડ્રગ્સની ચુંગાલમાંથી મુકત કરી નશામુક્ત સમાજના દ્રઢ સંકલ્પને સાકાર કરવા માટે “મિશન” કલીન નશામુક્ત વડોદરા ઉપરાંત “ ઓપરેશન ક્રેક ડાઉન ” અંતર્ગત માનવીય અભિગમ હેઠળ યુવાધન બરબાદીના રવાડે અટકે તે માટે વડોદરા શહેર વિસ્તારના જુદી જુદી જગ્યાએ સઘન ચેકીંગ કરી માદક પદાર્થ, ડ્રગ્સની વેચાણની અને ફેરાફેરીની અસામાજીક પ્રવૃતિ કરતાં ઇસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના માનનીય પોલીસ કમિશ્નર ડો.શમશેર સિંઘ સાહેબ તથા અધિક પોલીસ કમિશ્નર મનોજ નિનામા સાહેબ તરફથી આપવામા આવેલ હોય, ક્રાઇમ બ્રાન્ચના DCP યુવરાજસિંહ જાડેજા સાહેબ અને ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ ACP હાર્દિક માંકડીયા સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચનાં તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ આ અંગે સતત કાર્યશીલ રહેલ.
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. એ.વી.લંગાળીયાનાઓ સ્ટાફના માણસો સાથે ડી.સી.બી પો.સ્ટે ખાતે હાજર હતા દરમ્યાન ટીમના હે.કો. જૈનુલઆબેદિન શરાફતહુસૈનનાઓને બાતમીદારથી મળેલ કે, * કારેલીબાગ ગીતાંજલી એપાર્ટમેંટમાં રહેતો સુજાઉદ્દિન ઉર્ફે રાજા શાહબુદ્દિન કાજી તેના મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે અને આ મકાને સાંજના સમયે યાકુતપુરા ખાતે રહેતો મોહંમદખાલીદ ઉર્ફે કિચડ મહમદહનીફ શેખનો ગાંજાની ડિલેવરી લેવા માટે જવાનો છે” તેવી બાતમી મળતાં આ જેથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી તેમજ ટીમના માણસો, પંચો સાથે માહિતીવાળી જગ્યા કારેલીબાગ ગીતાંજલી ખાતેના મકાનમા રેઇડ કરતા સદર મકાનમા હાજર ઇસમ નં.(૧) મોહંમદખાલીદ ઉર્ફે કિચડ મહમદહનીફ શેખ રહે. ગુલશન એપાર્ટમેન્ટ,યાકુતપુરા વડોદરાના કબ્જામાંથી માદક પદાર્થ ગાંજો વજન ૬૪૬ ગામ કિ.રૂ.૬,૪૬૦/-, મો.ફોન તેમજ ઇસમ નં.(૨) સુજાઉદ્દન ઉર્ફે રાજા શાહબુદ્દિન કાજી ના કબ્જામાંથી માદક મદાર્થ ગાંજો વજન ૨.૦૦૬ કિ.ગ્રા. કિ.રૂ.૨૦,૦૬૦/- રોકડા રૂ.૧,૨૫,૭૦૦/-,મો.ફોન મળી આવેલ આ મળી આવેલ ગાંજાનો જથ્થો બાબતે પુછપરછ દરમ્યાન સુજાઉદ્દિન ઉર્ફ રાજાએ આ ગાંજાનો જથ્થો સુરતના અશ્વનીકુમાર વિસ્તારમાંથી એક અજાણ્યા ઇસમ પાસેથી મેળવેલાની હકિકત જણાવેલ જેથી આ બન્ને ઇસમો પાસેથી મળી આવેલ ગાંજાનો જથ્થો, રોકડા રૂપીયા, મો.ફોન-૦ર, પ્લાસ્ટીકની થેલીઓ, લાઇટબીલ મળી કુલ કિ.રૂ.૧,૫૫,૫૨૦/- નો કબ્જે કરી NDPS અન્વયે કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે કારેલીબાગ પો.સ્ટે.ને સોંપેલ છે.
૪ આરોપીઓના નામ સરનામાં (૧) મોહંમદખાલીદ ઉર્ફે કિચડ મહમદહનીફ શેખ રહે. ગુલશન એપાર્ટમેન્ટ, યાકુતપુરા વડોદરા શહેર (૨) સુજાઉદ્દિન ઉર્ફે રાજા શાહબુદ્દિન કાજી રહે.ગીતાંજલી એપા.,કારેલીબાગ વડોદરા (૩) સુરતનો અજાણ્યો ઇસમ
• કબજે કરેલ મુદામાલ
માદક પદાર્થ ગાંજો કુલ વજન ૨.૬૫૨ ગ્રામ કિ.રૂ.૨૬,૫૨૦/-, મો.ફો-૦૨, રોકડ રૂ.૧,૨૫,૭૦૦/-, લાઇટબીલ, પ્લાસ્ટીકની થેલીઓ મળી કુલ કિં.રૂ.૧,૫૫,૫૨૦/- નો મુદ્દામાલ,
૪ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ (૧) આરોપી મોહંમદખાલીદ શેખ અગાઉ સને-૨૦૧૮માં માદક પદાર્થ રાખવાના ગુનો (૧) ગોત્રી પો.સ્ટે. – ૧૧૩/૨૦૧૮ એન.ડી.પી.એસ.એકટ કલમ ૮(સી),૨૦(બી),૨૧,૨૭ તથા ૨૯ મુજબ ન.(૨) ખુનની કોશીષ- રાયોટીંગ નો ગુનો સીટી ફ.૨૩/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૦૭,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૩૭ જી.પી.એ.કલમ-૧૩૫ મુજબ ન.(૩) મારામારી-ધાકધમકી આપવાનો ગુનો સીટી સે.૧૭૨૮૨૦૧૦ ઇ.પી.કો.કલમ ૩૨૩,૫૦૪ જીપીએ ૧૩૫ મુજબ નં.(૪) હથીયાર રાખવાનો ગુનો ગોત્રી પોસ્ટ – ૧૧૪/૨૦૧૮ જી.પી.એ.૧૩૫ મુજબના ગુનાઓમાં પકડાયેલ છે.
(ર) આરોપી સુજાઉદ્દિન ઉર્ફે રાજા કાજી સને -૨૦૧૯ મા એક્ટીવામા ગાંજાનો જથ્થો લાવતા પકડાઇ જવાનો ગુનો વડોદરા તાલુકા પો.સ્ટે.ગુ.ર.ન.સે.૬૩/૨૦૧૬ NDPS કલમ ૨૦બી,૨૯,૮સી મુજબના ગુનામા પકડાયેલ છે • સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એફ.ચૌધરી, એચ.આઇ.ભાટી, પો.સ.ઇ. એ.વી.લંગાળીયા તથા સ્ટાફના જૈનુલઆબેદીન, પંકજકુમાર, ઇબ્રાહિમ, જામસિંગ, હરેંદ્રસિંહ, સંજયભાઇ, ક્રિષ્ણાબેન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here