છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ફતેપુરા ટાઉન વિસ્તાર માંથી કિ.રૂ.૧,૩૦,૪૧૬/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી * નાઓને સુચના કરેલ….જે અન્વયે વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ફતેપુરા ટાઉન વિસ્તાર માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની કિ.રૂ.૧,૩૦,૪૧૬/- નો ન મુદામાલ સાથે હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મહિન્દ્રા કંપની સ્કોર્પિયો જેનો રજી નં.MP-41- BC-0788 ને ઝડપી પાડી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here