જૂનાગઢના ગિરનારની 1200 ફૂટની ઊંચાઈએ 27 શિબિરાર્થીઓએ ખડક ચઢાણ કર્યું

જૂનાગઢ, હિરેન ચૌહાણ (બાબરા) :-

જૂનાગઢ ખાતે ત્રીજી રાષ્ટ્રીય કક્ષાની ખડક ચઢાણ શિબિર યોજાઇ હતી જેમાં શિબિરમાં ભાગ લેનાર શિબિરાર્થીઓ એ ગિરનારમાં 1200 ફૂટ ઊંચાઈ પર દુર્ગમ પહાડો માં ખડક ચઢાણ કર્યું હતું આ સાહસિક ખડક શિબિરમાં રાજસ્થાન ગુજરાતના 27 શિબિરાર્થીઓ ભાઇ-બહેનો જોડાયા હતા આવી શિબિરો ના માધ્યમથી યુવાનોનું મનોબળ મજબૂત થવા સાથે સાહસીક ભાવના વધે છે તારીખ 23 માર્ચ થી ૪ એપ્રિલ દરમિયાન ગિરનારમાં દુર્ગમ વિસ્તારોમાં યોજાઇ ગયેલ ખડક ચઢાણ શિબિરમાં ગુજરાતના ૨૫ અને રાજસ્થાનના બે ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો જેમાં ૨૩ ભાઈઓ અને ચાર બહેનો સામેલ હતા શિબિરમાં સમાપન સમારોહમાં ભાગ ભાઈઓ અને બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આમ જૂનાગઢના ગિરનાર ની આરોહણ-અવરોહણ સ્પર્ધા બાદ ખડક ચઢાણ સ્પર્ધાનું પણ આયોજન થાય છે અને જેમાં દેશના અલગ-અલગ રાજ્યોમાંથી યુવક યુવતીઓ આ સ્પર્ધામાં ભાગ લેતા હોય છે આ સ્પર્ધામાં ભાગ લેનાર સાહસિકો પોતાની સાહસવૃત્તિ થી પોતાના માં રહેલું કૌતુક દેખાડતા હોય છે ખૂબ જ કઠિન અને આકરી ખડક ચઢાણ સ્પર્ધામાં 27 શિબિરાર્થીઓ એ ભાગ લઈને એક સાહસિકતા બતાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here