જુનાગઢમાં મેડિકલ સ્ટોરમાં તોડીને ચોરી કરનાર ગેંગને પોલીસે ઝડપી પાડી

જૂનાગઢ, હિરેન ચૌહાણ (બાબરા) :-

જૂનાગઢમાં ગત તારીખ 26 માર્ચના વહેલી સવારે ચાર વાગ્યે મધુરમ વિસ્તારમાં આવેલ આંબેડકર ભવન સામે આવેલ તુલજા ભવાની ગ્રુપ મેડીકલ સ્ટોરના 17 શટર તોડી કોઈ કાઉન્ટરમાં થી ૨૪ હજાર રોકડા ચોરી ગયાની ફરિયાદ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જે કેસની તપાસમાં પીએસઆઇ જે જે ગઢવી સહિતના સ્ટાફે સીસીટીવી ની મદદથી એક સફેદ કલરની ઇકો કાર નંબર જીજે 3 જે.આર 4562 નજરે ચઢી હતી જેની તપાસમાં પોલીસે વોચ ગોઠવીને આ કારને મધુરમ બાયપાસ ચોબારી ફાટક પાસેથી ઝડપી ચોરી માં સામેલ ભરતસિંહ ઉર્ફે મહોબત સિંહ જાડેજા રાજકોટ તેમજ જામનગર ધરાનગર માં રહેતા અબ્દુલ ઉર્ફે અબુડો કાસમ જાનમહમહદ જોખીયા અને હુસેન અલી જોખીયા નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા પોલીસે તેની પાસેથી પંદરસો રૂપિયા રોકડા ઇકો કાર ચોરી કરવાના સાધનો લોખંડની ટોમી ડિસમિસ કબજે કરીને પૂછતાછ કરતાં ત્રણેય ઇસમો ક્યાંય પણ ચોરી કરવી હોય તો એક સ્થળે એકઠા થઇ કારમાં નીકળી એક રૂટ ઉપર એક મકાન કે કોઈ દુકાને રાતના સમયે નિશાન બનાવતા હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here