કાલોલ તાલુકાના ગામોમાં વગર લાઇસન્સે ઊંચા વ્યાજે ધીરધાર કરનાર બે ઈસમોની અટકાયત.

કલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા

પંચમહાલ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ વેજલપુર નજીક પેટ્રોલિંગમાં હતી ત્યારે તેઓને બાતમી મળેલ કે કર્ણાટકના બે ઈસમો ૧૦ ટકા જેટલા ઊંચા વ્યાજે નાણાં ધીરી તેના હપ્તા લેવા માટે હોન્ડા મોટરસાયકલ નં જી. જે.૦૬ એમ. જી.૨૧૨૮ ઉપર નીકળ્યા છે અને ચલાલી ગામના નિલેશ વનરાજ સિંહ ચૌહાણ ના ઘરે હપ્તો લેવા આવવાના છે તે બાતમીને આધારે વેજલપુર ચલાલી ચોકડી ઉપર થી બે પંચો ને બોલાવી સાથે રાખી કરોલી રોડ ઉપર વોચ ગોઠવી હતી બાતમીવાળી મોટરસાયકલ પર બે શખ્સો આવતા તેઓને રોકી તેઓનું નામ પુછતા પ્રવીણરાજ વેલુસ્વામી તથા બીજાનું શિવશક્તિ અંબી હોવાનું જણાવેલ તથા તેઓ ક્યાંથી આવ્યા ? અને ક્યાં જવાના ? તે બાબતે પૂછતાં ગલ્લા તલ્લા કર્યા બાદ નાણાં ધીરતા હોવાનું અને હપ્તાની ઉઘરાણી કરવા નીકળ્યા હોવાનું જાણવા જણાવેલ જેથી પોલીસ ટીમે તેઓની પાસે ધીરધારનું લાયસન્સ હોય તો તે બતાવવા જણાવેલ જેથી તેઓએ ધીરધારનું લાયસન્સ બતાવેલ સદર લાયસન્સ વડોદરા જિલ્લાનું હતું જેથી તેઓની પાસે પંચમહાલ જિલ્લામાં નાણાં ધિરવા બાબતનું લાયસન્સ હોય તો તે રજુ કરવા જણાવેલ જેથી તેઓએ તેઓની પાસે પંચમહાલ જિલ્લામાં નાણાં ધીરવા માટેનું કોઈ લાયસન્સ નથી તેવું જણાવેલ, પોલીસ પૂછપરછમાં તેઓએ જણાવેલુ કે કાલોલ તાલુકાના મલાવ, પાંચ પથરા, રીછવાણી, ચલાલી, રૂપારેલ, સીમલયા, દામાવાવ ,દેવપુરા, ગુણેશીયા , અડાદરા જેવા ગામોમાં નાના-નાના વેપારીઓને દુકાનદારોને નાણાં ધીરી ૧૦ ટકા જેટલું ઊંચું વ્યાજ વસૂલ કરતા અને તેનો માસિક હપ્તો વસૂલ કરતા હોવાનું જણાવેલ પોલીસે પ્રવીણ રાજ પાસેથી રૂ.૫૩,૫૦૦/- ઉઘરાણીના તથા શિવશક્તિ પાસેથી રૂ.૮૦૦/- તથા બંનેના મોબાઈલ રૂપિયા ૮,૦૦૦/- તથા મોટરસાયકલ કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- ધીરેલ નાણાનું હપ્તાના કાર્ડ નંગ ચાર આંકડા લખેલ કાગળએ મળી કુલ રૂ. ૧,૦૨,૩૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પોતાના કાર્યક્ષેત્ર બહાર આર્થિક લાભ માટે ઊંચા વ્યાજે નાના ધીરતા આ બંને ઈસમો મૂળ રે. કર્ણાટક હાલ રે. તક્ષ ડિવાઇસ બંગલો એલ એન્ડ ટી સામે આજવા રોડ વડોદરા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૫ (૧), ૪૨(એ) આ મુજબ ફરિયાદ વેજલપુર પોલીસ મથકે આપતા વેજલપુર પોલીસે બંને ઈસમોને અટકાયત કરી કોરોના ટેસ્ટ કરાવવા માટે મોકલી આપેલ હોવાનું જાણવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here