રેલવે ક્રોસિંગ પર સમારકામ કરવાનું હોવાથી તા.૨૮-૨૯ એપ્રિલ બે દિવસ તેજગઢથી વડોદરા જતા રોડ પર ડાઈવર્ઝન આપવામાં આવશે

બોડેલી-, (છોટાઉદેપુર) ચારણ એસ વી :.

પચ્ચીમ રેલ્વેના આસિસ્ટન્ટ ડીવીઝનલ એન્જીનીયરની દરખાસ્ત ને આધારે તેજગઢ ખાતેના રાષ્ટ્રીય ધોરી માર્ગ ૫૬ ઉપર ક્રોસિંગ ને ૮૬ના મેઈન્ટેનન્સના કારણે તા.૨૮/૦૪/૨૦૨૩ના સવારે ૬ વાગ્યાથી બીજે દિવસે તા.૨૯/૦૪/૨૦૨૩ રાત્રીના ૧૧ વાગ્યા સુધી તમામ વાહનો માટે ડાઈવર્ઝન માટે છોટાઉદેપુર જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
આ ડાયવર્ઝન મુજબ છોટાઉદેપુર તરફથી વડોદરા જતા હળવા વાહનો માટે તેજગઢ નાથ ટ્રેડર્સની ડાબી બાજુ થઈ ઓરસંગ બ્રીજ, રાયસિંગપુરા, વર્ધી, હરવાટ, મોટી આમરોલ, રતનપુર થઈ વનકુટીર ત્રણ રસ્તા થઈ વડોદરા તરફ જઈ શકાશે.
આવી જ રીતે વડોદરાથી આવનારા હળવાવાહનો જેતપુર વન કુટીર ત્રણ રસ્તા થઈ, રતનપુર, મોટી અમરોલ,
હરવાંટ, વર્ધી રાયસીપુરા થઈ છોટાઉદેપુર બાજુ જઈ શકશે.
છોટાઉદેપુરથી વડોદરા જતા ભારે વાહનો જેવા કે ટ્રેક, ટ્રેલર, ડમ્પર, આઈસર વગેરે વાહનો છોટાઉદેપુર સિલ્વર હોટેલ થઈ કવાંટ નાકા, પાનવાળ, કવાંટ ડોન બોસ્કો ચોકડી, જામલી ગામ, ખાટીયાવાડ, રંગલી ચોકડી, મોડાસર ચોકડી થઈ ઢોકલીયા ચોકડી થી વડોદરા જઈ શકશે. આવી જ રીતે વડોદરાથી છોટાઉદેપુર આવવા માટે ભારે વાહનોએ આજ રૂટ લેવાનો રહેશે. કલેકટરના જાહેરનામામાં આ સમય દરમિયાન જ કામગીરી પૂર્ણ કરવાની સુચના અપાઈ છે તેમજ ડાયવર્ઝન, ગતિસીમા વગેરે ટ્રાફિક ને લગતા સાઈન બોર્ડપચ્ચીમ રેલ્વેને લગાવવાના રહેશે, ઉપરાંત ટ્રાફિકના નિયમન માટે જરૂરી પોલીસ બંદોબસ્ત ટ્રાફિક પોલીસ દ્વારા કરવાનો હુકમ પણ આ જાહેરનામાં માં કરેલ છે.
ઉપરોક્ત હુકમનો ભંગ કરનાર પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here