ભાવનગર જિલ્લાના તળાજામાં ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા 12 મું પરીક્ષા કેન્દ્ર ખોલવામાં આવ્યું

ભાવનગર, સકીલ બલોચ (છોટાઉદેપુર) :-

તાજેતરમાં ભાટીયા શહેરની ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય નવગુજરાત સંગીત વિધાપીઠ દ્વારા શાસ્ત્રીય સંગીત પ્રચાર – પ્રસાર હેતું ભાવનગર જિલ્લાના તળાજામાં સંસ્કૃતિ કલાકુંજને પરિક્ષા કેન્દ્રની માન્યતા આપવામાં આવી જેમનો કેન્દ્ર કોડ નં. – 12 છે. કેન્દ્ર સંચાલક મહેન્દ્રકુમાર પુનાભાઈ ડાભીને ઠેર ઠેરથી શુભેચ્છા વર્ષા થઈ રહી છે. કલા ક્ષેત્રે કારકિર્દી મેળવવા ઉગતા કલાકારો, કલા સાધકો વગેરે તળાજામાં સંસ્કૃતિ કલાકુંજના પરીક્ષા કેન્દ્રમાં સરકાર માન્ય ડિગ્રી કોર્સની ગાયન, તબલા, હાર્મોનિયમ, બંસરી, ગીટાર, કિ – બોર્ડ તથા અન્ય તાલવાદ્ય, ભારતનાટ્યમ, કથ્થક નૃત્ય વગેરે વિષયની નિયમોને આધિન રહીને પરીક્ષાઓ આપી શકશે સંસ્કૃતિ કલાકુંજ તથા સંચાલક મહેન્દ્રકુમાર પી. ડાભીને સંસ્થાના અધ્યક્ષ કમલેશભાઈ આર. બથીયા તથા અધિકારી પરસોતમભાઈ કછેટીયા અને સંસ્થાની સમિતિ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here