રાજપીપળા નાગરિક બેંકના મેનેજીંગ ડિરેકટરનુ મકાન કેન્દ્ર સરકારના નિવૃત્ત કર્મચારીએ ખરીદતા વિવાદ થયો હતો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

મસ્જિદની બાજુમા મુસ્લિમ મકાન ન ખરીદે તો કોણ ખરીદે ??

જીલ્લા પોલીસ વડા ને ફરિયાદ કરાઇ હતી

રાજપીપળા મા આવેલ જુમ્મા મસ્જિદ ની બિલકુલ બાજુમાં મસ્જિદ ની એકજ દિવાલ ને અડીને હિન્દુ પરિવાર વર્ષો થી શાંતિ પુર્વક રહે પાંચેય સમય મસ્જિદ માથી અપાતી અજાન નો અવાજ પણ પરિજનો ને કર્ણપ્રિય થયો હતો સમય જતા ધંધાકીય જરુરીયાત વધતા આ મકાન વેચી અન્ય જવાનુ નક્કી કરતા એક સમાજ ના ખરીદનારા ઓછી કિંમત આપતા જયાંરે અન્ય સમાજ ના વધુ કિંમત તો મકાન વેચાય કોને ??

રાજપીપળા મા જ બનેલ આ બનાવ સત્ય ધટના છે નાગરિક બેંક ના મેનેજીંગ ડિરેકટર અમિત ગાંધી નુ મકાન વિશાવગા જુમ્મા મસ્જિદ ની બિલકુલ બાજુમાં મસ્જિદ ની એકજ દિવાલ ને અડીને આવેલ તેઓએ મકાન વેચવા કાઢયું તો તેની કિંમત એક નિશ્રિંત સમાજ વાળા અડધી જ આંકવામાં લાગ્યા જયારે એક નિવૃત્ત કેન્દ્ર સરકાર ના મુસ્લિમ કરમચારીએ મકાન ઉંચી કિંમત આપી ને ખરીદયુ. આ મામલે નર્મદા જીલ્લા પોલીસ વડા ને ફરિયાદ કરાઇ હતી, અને આ મકાન મુસ્લિમ ને ના વેચવા ની માંગ કરાઇ હતી જે કેટલી વયાજબી કહેવાય ??

જામા મસ્જિદ ની એકજ દિવાલ ને અડીને રહેતા અમિત ગાંધી સહિત મકાન ખરીદનારા ને જીલ્લા પોલીસ વડા એ પુછપરછ આદરી હતી જેમા અમિત ગાંધી એ પોતાને યોગ્ય કિંમત મળતા પોતે મકાન વેચાણ કર્યુ હોવાનું જીલ્લા પોલીસ વડા ને રુબરુ મા જણાવ્યું હતું.

હવે પશ્ર એ થાય કે મંદિર ની બાજુ મા મુસ્લિમ મકાન ખરીદે તો તો તે યોગ્ય નજ કહેવાય , તો પછી એક મસ્જિદ ની બાજુ મા મુસ્લિમ મકાન ખરીદે તો તેમા ખોટું શુ ??
મકાન માલિક ને મકાન ની યોગ્ય કિંમત મળતા મકાન માલિકે મુસ્લિમ ને મકાન વેચાણ આપ્યુ ખોટુ શુ છે ?? આતો એવુ છે કે ડાહી સાસરે ન જાય અને ગાંડી ને શિખામણ આપે !!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here