રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી આવતાંજ વિકાસના કામો માટે સાંસદ મનસુખ વસાવા સાથે ખાતમુહૂર્ત ટાંણે વિપક્ષ સદસ્યની ચકમક ઝરી તુ તુ મૈ મૈ ના વરવા દ્રષ્યો

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

રાજેન્દ્ર નગર સોસાયટીમાં પેવર બ્લોકના રુપિયા 2.07 કરોડના કામોના ખાતમુહૂર્ત પ્રસંગે ઉગ્ર બોલાચાલી

નિયમોને અભરાઈએ ચઢાવી થતાં કામો સ્થાનિક રહીશોનો પેવર બ્લોક નાખવા માટે વિરોધ છતાં કામગીરી શરુ કરાયાના આરોપ

રાજપીપળા નગરપાલિકા ફરી એકવાર દલા તરવાડીની વાડી હોવાનો ગંભીર આરોપ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલ સદસય મહેશ વસાવાએ રાજેન્દ્ર નગર સોસાયટીમાં પેવર બ્લોકના રુપિયા 2.07 કરોડના કામોના ખાતમુહૂર્ત પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા અને નગરપાલિકાના કારોબારી અધયક્ષ અલકેશસિંહ ગોહિલની ઉપસ્થિતમા લગાવયો હતો. ખાતમુહૂર્ત પ્રસંગે ઉગ્ર બોલાચાલીના વરવા દ્ષયો સર્જાયા હતા. સાંસદ સહિત કારોબારી અધયક્ષ સાથે તુ તુ મૈ મૈ ના વરવા રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી આવતાંજ વિકાસના કામો માટે સાંસદ મનસુખ વસાવા સાથે ખાતમુહૂર્ત ટાંણે વિપક્ષ સદસ્યની ચકમક ઝરી તુ તુ મૈ મૈ ના વરવા દ્રષ્યો સર્જાયા હતા જે નગરજનોમા ભારે ચર્ચાસ્પદ બન્યુ હતું.

રાજપીપળા નગર પાલિકાની મુદ્દત નવેમ્બર માસ મા પૂર્ણ થતી હોય ને સરકારી ગ્રાન્ટના કરોડો રૂપિયા આડેધડ વાપરવાની જાણે કે હોડ જામી છે, નગરના રાજેન્દ્ર નગર સોસાયટીમાં અગાઉ લાખોના ખર્ચે સી.સી. રસ્તા બનાવવામા આવ્યા છે, જે બનાવ્યાને બે વર્ષનો પણ સમય થયો નથી, ત્યાંજ સોસાયટીમાં તમામ રસ્તાઓ પર પેવર બ્લોક નાખવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સોસાયટીના જ રહીશો એ વિરોધ પણ નગરપાલિકામા નોધાવેલ છે, અને પેવર બ્લોકની જગ્યાએ આર. સી.સી. રોડની માંગ કરી છે.

આજરોજ સાંસદ મનસુખભાઈ વસાવા ની ઉપસ્થિતમા રાજેન્દ્ર નગર સોસાયટીમાં પેવર બ્લોક ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જયા પાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલ સદસય મહેશ વસાવાએ પહોંચી જઇ પેવર બ્લોક નાખવા માટેના કાર્યકર્મમા નગરપાલિકાના સદસ્યોને નિમંત્રણ ના આપતા, તેમજ રુપિયા 2.07 કરોડના વિકાસના પેવર બ્લોક નાખવા માટેનુ કામ નગરપાલિકામા સામાન્ય સભામા ન મુકી સદસ્યોને કોઈ પ્રકારની જાણ કરી ના હોવાનું ગંભીર આરોપ પણ લગાવ્યો હતો.

કાર્યકર્મમા ઉપસ્થિત સાંસદ મનસુખભાઈ વસાવા સહિત કારોબારી અધયક્ષ અલકેશ સિંહ સાથે આ મામલે મહેશ વસાવાની ચકમક ઝરી હતી અને ઉગ્ર બોલાચાલીના વરવા રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી આવતાંજ વિકાસના કામો માટે સાંસદ મનસુખ વસાવા સાથે ખાતમુહૂર્ત ટાંણે વિપક્ષ સદસ્યની ચકમક ઝરી તુ તુ મૈ મૈ ના વરવા દ્રષ્યો સર્જાયા હતા.

રાજેન્દ્ર નગર સોસાયટીમાં પેવર બ્લોકનુ કામ 35 થી 40 ટકા નીચું છતા ગુણવત્તા જળવાશે :- સાંસદ મનસુખ વસાવા

રાજપીપળાની રાજેન્દ્ર નગર સોસાયટીમાં પેવર બ્લોક નાખવા માટે રુપિયા 2.07 કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવેલ પરંતુ એજન્સીએ રુપિયા 1.32 કરોડમા આ કામ રાખ્યુ છે જેમાં જી.એસ.ટી. વિગેરેનો સમાવેશ કરીએ તો 40 ટકા જેટલો કામ બીલો કહેવાય. શુ આ કામગીરીની ગુણવત્તા જળવાશે ના જવાબમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ કામગીરી સારી જ થસેનો જવાબ આપ્યો હતો. રાજેન્દ્ર નગર સોસાયટીમાં પેવર બ્લોક નંખાયા સોસાયટીની શોભામા વધારો થશેનુ પણ જણાવ્યું હતું .અને વિશેષમા જણાવ્યું હતું કે ચૂંટણી ઓના ટાંણે આવી ઘટનાઓ ધટતી હોય છે નુ પણ સાંસદે જણાવ્યું હતું.

વિકાસના કામો સામાન્ય સભામા મુક્યા વિના જ ટેનડરીંગ કરાયું :- પૂર્વ પ્રમુખ મહેશ વસાવા

રાજપીપળા નગરપાલિકાની સામાન્ય સભામા એક પણ એજેન્ડો મુકયા વિના જ કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટોના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા આ અંગે કોઈ સદસ્યોને જાણ કરવામાં જ ન આવી હોવાનું ગંભીર આરોપ પાલિકાના પૂર્વ પ્રમુખ મહેશ વસાવાએ લગાવ્યો છે.14 મા નાણાં પંચની સમિતિને માત્ર સત્તા કે તે વિકાસની યોજના નડે.તમામ સદસ્યોને જાણ કરવામાં આવી જ નથી સામાન્ય સભા કેમ વિકાસના કામો માટેના બોલાવીનો ગંભીર આરોપ પાલિકાના સતાધિશો ઉપર લગાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here