ડેરોલ સ્ટેશન રેલ્વે સ્ટાફ ક્વાટરમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલ ગોધરા તથા વડોદરાની એલ.સી. બી રેલવે પોલીસ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

રૂ.૬૭,૫૦૦/ નો મુદ્દામાલ કબજે કર્યો

તા ૨૦/૦૯ ના રોજ ડેરોલ સ્ટેશન ખાતે આવેલા સેક્શન એન્જીનીયર ના સ્ટાફ ક્વાર્ટસમાં પાંચ લૂંટારૂઓ હથિયાર સહિત ઘરમાં પ્રવેશ કર્યો હતો અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા જે અંગેની ફરિયાદ રેલવે પોલીસ દ્વારા નોધી ઉચ્ચ અધિકારીઓ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ વડોદરા રેલવે એલ.સી.બી ના પી. આઈ ઉત્સવ બારોટ અને ગોધરા રેલવે ના પી.એસ.આઈ એન.વી. ગોહિલ દ્વારા ડી સ્ટાફ અને જુદી જુદી ટીમો બનાવી આ પ્રકારના ગુનાઓ કરવાવાળા ઇસમો ની હકિકતો અને માહિતી મેળવી સંકાસ્પદ ઈસમોની ખાનગી રાહે અને ટેકનિકલ રાહે બાતમી ની કાર્યવાહી હાથ ધરી હતી.જે આધારે આ લુંટ કરનારા ઇસમો હડમતીયા ગામે હિતેશ ચાવડા ના ઘરે રોકાયા ની માહિતી ગોધરા રેલવે પોલીસ ને મળતા વડોદરા રેલવે પોલીસ ને જાણ કરી હડમતીયા ગામે થી જયદીપ ઉર્ફે ફોફો નટવરસિંહ ચૌહાણ રે. બેઢિયા તા કાલોલ મળી આવેલ જેને વિશ્વાસ માં લઈ લૂટ બાબતે યુક્તિ પ્રયુક્તિ થી પૂછતાં તેણે લૂંટમાં ભાગ લીધો હોવાની કબૂલાત કરી હતી અને લૂંટમાં લુટેલ ચાંદીના ચડા રૂ.૩૫,૦૦૦/ સોનાની બુટ્ટી રૂ.૨૫,૫૦૦/ અને રોકડ રૂ ૭,૦૦૦/ મળી કુલ રૂ.૬૭,૫૦૦/ નો મુદ્દામાલ તેની પાસેથી રિકવર કરવામાં આવેલ હતો. જ્યારે અન્ય( ૧)દિલીપસિંહ નટવરસિંહ ચૌહાણ (૨) રાજેશ ઉર્ફે મગડો કાળુભાઇ ચૌહાણ (૩) ધર્મેન્દ્ર ઉર્ફે ધમો વાડીલાલ ચૌહાણ તમામ રે. બેઢિયા તા કાલોલ તથા (૪) હિતેશ તખતસિંહ ચાવડા રે હડમતીયા ના હોવાની કબૂલાત કરી હતી જે આધારે બાતમી મળતા પોલીસે ધર્મેન્દ્ર ઉર્ફે ધમો વાડીલાલ ચૌહાણ ને બેઢિયા બસ સ્ટેન્ડ પર થી પકડી પાડેલો અને કોરોના ટેસ્ટ માટે મોકલેલ . આરોપીઓ સૌ પ્રથમ લૂટ ના સ્થળ ની રેકી કરતા વિસ્તાર થી વાકેફ થઈ સમય તારીખ નકકી કરી લૂંટ કરતા અમુક આરોપી લૂટ ના સ્થળે બહાર ઊભા રહેતા બાકીના આરોપીઓ લોખડ ની નરાસ , લાકડા ના દંડા, લાકડા જેવા હથિયારો લઈ લુંટ ચલાવતા હોવાનુ બહાર આવ્યું છે. આમ રેલવે પોલીસે પાંચેય આરોપી ના નામો મેળવી લૂટ નો ગુનો ઉકેલી બાકી આરોપી ની ધરપકડ ના ચક્રો ગતીમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here