નર્મદા જીલ્લાના દેડિયાપાડા ખાતે રાતો રાત રસ્તાના પેચવર્કની થયેલ કામગીરીમા નિયમોને અભરાઈએ મુકાયા હોવાનો આરોપ

ડેડીયાપાડા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લામા અધિકારીઓના ઓથા તળે કોન્ટ્રાકટરો બન્યા બેફામ-નિયમોને અભરાઈએ ચઢાવનારા ઓ પર લગામ કોણ લગાવસે ?

દેડિયાપાડાના નોટરી હિતેશ દરજીએ પંચાયત ના ઇજનેરને લખ્યો પત્ર

નર્મદા જીલ્લામા વિકાસના કામોમા ભ્રષ્ટાચાર, તકલાદી કામકાજ, કામગીરીમા વિલંબ જેવી અનેક સમસ્યાઓ આદિવાસી વિસ્તારોમાં જોવા મળી રહી છે અનેક કિસ્સાઓ પ્રકાશમા આવતા હોય છે જયારે અનેક કિસ્સાઓ લેતી દેતીમા સમેટાઈ જતા હોય છે. રાજકીય આગેવાનો સરકારી અધિકારીઓની મીલીભગતથી જે તે કામના કોન્ટ્રાકટરો બેફામ બની સરકારી નાણાંની લુંટ ચલાવતા હોય છે.

જીલ્લાના દેડિયાપાડા ખાતે રસ્તાના સમારકામ ની કામગીરી રાતોરાત હાથ ધરાતા દેડિયાપાડાના વકીલ અને નોટરી હિતેશ દરજીએ પંચાયતના ઇજનેર સહિત માર્ગ મકાન મંત્રીને પત્ર લખી આ કામગીરી સામે પશ્રનાથઁ ઊભો કરતા સમગ્ર દેડિયાપાડા મા ચકચાર મચી જવા પામી છે.

દેડિયાપાડા ખાતે ના માર્ગ ઉપર રાતો રાત કોન્ટ્રાક્ટરે રસતા ના પેચવર્ક ની કામગીરી કરી છે જે સામે તકલાદી કામકાજ થતો હોવાની ફરિયાદ નોટરી હિતેશ દરજી એ કરી છે. સરકાર કરોડો રુપિયા ની ગ્રાન્ટો રસ્તા ના સમારકામ માટે ફાળવેલ છે તો જે કામગીરી દિવસ ના સમયે થવી જોઈએ તે કામગીરી રાતોરાત કેમ આટોપાઈ તે સામે તકલાદી કામગીરી કર્યા નો આરોપ લગાવ્યો છે.જે કામ થયુ તે બોક્ષ કટીંગ કર્યા વિના જ કરવામાં આવ્યુ છે, ડામર પાથરીને ઉપર રોલર ફેરવવામાં આવેલ નથી જેમ તેમ કરી લેવલીંગ વિનાં જ ડામર પાથરીને નીતિ નિયમો નો ભંગ કરનારા કોન્ટ્રાકટર સામે કાયદેસર ની કાર્યવાહીકરવામાં આવે એવી પણ માંગ પત્ર મા કરવામાં આવી છે.

દેડિયાપાડા ખાતે રાતોરાત કરેલી કામગીરી સામે પશ્રનાથઁ ઉઠતા હવે કઇ દિશામાં પગલાં ભરવાંમા આવેછે તેના પર સૌની મીટ મંડાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here