નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ આવતી કાલે પંચમહાલ જિલ્લાની મુલાકાતે

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

મોરવા હડફ ખાતે કિસાન સંમેલનમાં ઉપસ્થિત રહેશે

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ આવતીકાલે પંચમહાલ જિલ્લાની મુલાકાત લેશે. ડેપ્યુટી સીએમશ્રી જિલ્લાની મુલાકાત દરમિયાન મોરવા હડફની સરકારી કોલેજના ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કિસાન સંમેલન કાર્યક્રમમાં હાજરી આપશે. સંમેલનમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણઅર્થે લેવાયેલ પગલાઓ ઉપરાંત કિસાનોને ઉપકારક યોજનાઓની માહિતી આપવા ઉપરાંત કૃષિ વિષયક સુધારાઓના લાભ અંગે ડેપ્યુટી સીએમશ્રી દ્વારા બહુમૂલ્ય માર્ગદર્શન-સમજણ આપવામાં આવશે. આવતીકાલે સવારે ૧૧.૦૦ મોરવા હડફની સરકારી કોલેજના મેદાનમાં કોરોના સંક્રમણ સામે સાવચેતીના પગલાઓના પાલન સાથે આ કાર્યક્રમ યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here