રાજપીપળામા કોરોના પોઝિટિવ 75 વર્ષીય મહિલાનુ મોત નિપજ્યું

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લામા મૃત્યુ આંક છુપાવવાનો આરોગ્ય વિભાગનો હીન પ્રયાસ

એપેડેમીક મેડિકલ ઓફિસર ડો કશ્યપનો પોતાની પાસે કોઈજ માહિતી ન હોવાનો નકારાત્મક જવાબ

સમગ્ર વિશ્વમા કોરોનાની મહામારી એ કાળો કહેર વર્તાવ્યો છે દરરોજ હજારો દર્દીઓ મોતને ભેટી રહયા છે તયારે નર્મદા જિલ્લામા કોરોના પોઝિટિવના દર્દીઑની સંખ્યા દિન પ્રતિ દિન વધી રહી છે કોરોના દર્દીઓ મોતને પણ ભેટી રહયા છે, ત્યારે જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નર્મદા જિલ્લામા મોતના આંકડા છુપાવવામા આવતાં હોય એમ લાગી રહયુ છે. જીલ્લા આરોગ્ય વિભાગ તરફથી જે જાહેરાત કરાય છે તેમા મરણમા આજદીન સુધીનો આક દર્શવાતો જ નથી !! આવું કેમ ?,
રાજપીપળા ખાતે કોવિડ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા રેવાબેન ચતુરભાઈ ભાટીયા નામના 75 વર્ષીય વૃધ્ધ મહિલાનુ કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતા મહિલા અન્ય બિમારીથી પણ પિડીત હોય મોતને ભેટી હોવાનું જાણવા મળ્યું છે. આ મહિલાને તા 25 ના રોજ સાંજે સારવાર માટે દવાખાનામાં દાખલ કર્યા હતા તેઓનુ આજરોજ મોત નિપજ્યું હતું.

આ બાબતે એપેડેમીક મેડીકલ ઓફિસર ડો કશ્યપને પુછતા તેઓએ પોતાને કોઈજ માહિતી ન હોવાનું જણાવ્યું હતું. નર્મદા જીલ્લામા આજ સુધી કેટલા કોરોના પોઝિટિવ દર્દી મોતને ભેટ્યા એ અંગે પણ માહિતી છુપાવવાનો હીન પ્રયાસ કરાયો હતો.

નર્મદા જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી મિડીયા બ્રીફમા મરણ ન કોઈ આંકડા જ જાહેર કરવામાં આવતા નથી !! જે આરોગ્ય વિભાગની સામે પશ્રનાથઁ સરકારી તંત્ર સામે ??? પશ્રનાથઁ ઉભો કરી રહયા છે.

નર્મદા જિલ્લામા આજે 6 પોઝિટિવ કેસો મળી આવ્યા છે, જેની સાથે જીલ્લામા કોરોના પોઝિટિવના દર્દીઑની સંખ્યા 926 ઉપર પહોંચી છે. માત્ર રાજપીપળા નગર નીજ વાત કરીએ જીલ્લાને સાઇડ ઉપર રાખીએ તો નગરમા જ અનેક લોકો મોતને ભેટ્યા છે પરંતુ તંત્ર મોતના આંકડા બહાર જ પાડતું નથી. આરોગ્ય વિભાગની પ્રેસ રિલિઝમા પણ મોતના આંકડાઓનો કોઇ ઉલ્લેખ જ થતો નથી ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here