દેડિયાપાડાથી માલસામોટ તરફ જવાનો મુખ્ય માર્ગનુ ધોવાણ થતાં અકસ્માતની ભીતિ

ડેડીયાપાડા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતેથી માલસામોટ તરફ જવાનો મુખ્ય માર્ગ ભારે વરસાદ પડતા રોડની એક સાઇડમાં થી ધોવાણ થતા તવરિતજ સમારકામ હાથ ધરાયની આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે નહીંતર કોઇ ગંભીર અકસ્માત સર્જાય તો નવાઈ નહીંનુ પણ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

દેડિયાપાડા તાલુકામા ચાલુ ચોમાસાની સીઝન દરમ્યાન ભારે વરસાદ પડતા રસતાઓનુ સર્વત્ર ભારે ધોવાણ થયુ છે રસ્તા બિસ્માર બન્યા છે. દેડિયાપાડાથી માલસામોટ તરફ જવાનો મુખ્ય માર્ગ કટોકટી ગામ પાસેના ટર્નિંગ ઉપર ધોવાણ થતા ભયજનક હાલતમાં હોય વાહન ચાલકો માટે જો વેળાસર આ રસ્તાનુ કામ નહી થાય તો અકસ્માતનુ કારણ બની શકે છે, આ વિસ્તારમાં લોકો આ રસ્તાનુ કામ વહેલીતકે હાથ ધરાય એવી માંગ કરી રહ્યા છે.

સટેચયુ ઓફ યુનિટી પાસેના સફારી પાર્ક 1લી ઓક્ટોબર થી શરુ થઇ રહ્યો હોય આ બિસ્માર માર્ગ ઉપર નિનાઇ ધોધ આવેલો હોય પ્રવાસીઓ નિનાઇ ધોધ જોવા પણ મોટી સંખ્યામાં આવતા હોય છે તયારે વહેલીતકે આ રસ્તો બનાવવાની દિશામા કામગીરી થાય એ ઇચ્છનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here