રાજકોટ : ધોરાજીમાં સામાન્ય વરસાદ પછી અનેક રસ્તાઓના હાલ બેહાલ…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

રાજકોટ જિલ્લા ના ધોરાજી માં સામાન્ય વરસાદ બાદ ધોરાજીના અનેક રસ્તાઓની હાલત મગરમચ્છના પીઠ સમાન બની ગઈ છે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી અને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ધોરાજી શહેર ના રસ્તાઓની હાલત એટલી ખરાબ થઈ ચૂકી છે કે રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે ધોરાજી શહેરના જુનાગઢ રોડ ઉપલેટા રોડ અને જમનાવડ રોડ ત્રણ દરવાજા થી દરબાર ગઢ સુધી પર રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે અને રસ્તા પર પડેલા ખાડાઓ ની અંદર માં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના કારણે અકસ્માત થવાનો ભય છે રસ્તા પરના ખાડાઓ એટલી હદે મોટા છે કે નાના વાહન ને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here