અરવલ્લી : મોડાસામાં ભા.મા. શા હોલ ખાતે યોજાયો PMJAY કેમ્પ, જિલ્લામાં તમામ તાલુકા કક્ષાએથી ૩૦,૧૬૨ PMJAY કાર્ડની વહેંચણી કરવામાં આવ્યા

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

અરવલ્લી જિલ્લામાં PMJAY ૨,૯૩,૩૧૩ લાભાર્થીના કાર્ડ બનાવી આપેલ છે,અને આ કેમ્પમાં જિલ્લામાં તમામ તાલુકા કક્ષાએથી ૩૦,૧૬૨ PMJAY કાર્ડની વહેંચણી કરવામાં આવી.
PMJAY યોજના દરેક માટે ખુબજ સફળ સાબિત થઈ છે.ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓને કેશલેસ આરોગ્ય સેવાઓ અને સારવાર મળે તેવું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.અરવલ્લી જિલ્લાના લાભાર્થીઓને કાર્ડની વહેચણી કરવામાં આવી.

માનનીય વડાપ્રધાનશ્રીએ જીવંત પ્રસારણ થકી રાજ્યના લાભાર્થીઓ સાથે સંવાંદ કર્યો.
દેશના લોકોને આરોગ્ય સુવિધા અને સારવાર મળી રહે તે માટે સપ્ટેમ્બર, 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આયુષ્માન કાર્ડ લોન્ચ કર્યુ હતું. આ યોજના અંતર્ગત 10.74 કરોડથી વધુ ગરીબ પરીવારોને 5 લાખ રૂપિયા પ્રતિ પરીવાર વાર્ષિક હેલ્થ કવર મળે છે.રાજ્યની 1875 સરકારી અને 713 જેટલી ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ ધારક તબીબી સેવાનો લાભ મેળવી શકે છે. આ તમામ તબીબી સેવા કાર્ડધારકને કેશલેસ અને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં સામાન્ય બિમારી સાથે,અતિ મોંઘી સર્જરી તેમજ કેન્સર, કિડની, હ્યદયરોગ સંબંધિત બિમારીઓનો પણ સમાવેશ થાય છે.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કમલ શાહ, DRDO ડાયરેક્ટરશ્રી આર. એન. કુચારા, જિલ્લા પ્રમુખશ્રી લાલસિંહ ચૌહાણ, તેમજ અન્ય અધિકારીઓ અને મોટી સંખ્યામાં જનતા ઉપસ્થિત રહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here