રવાપર ગામ પંચાયતની હદમાં ગટરના પાણી ફરી વળતા રોગચાળાનો ભય

મોરબી,
આરીફ દીવાન

વિકાસ લક્ષી સરકારના રાજમાં વિકાસ લક્ષી ગ્રાન્ટ રોડ રવાપર ગામ પંચાયત ને મળી નથી ??

મોરબી શહેર જિલ્લાની હદમાં મતદાર પ્રજાજનોને હાલાકી અવાર નવાર પડતી હોવાની ઘટનાઓ નોંધનીય રહી છે ત્યારે રવાપર ગામ પંચાયતની હદમાં માત્ર કાગળો પર વિકાસ થયો હોય તેમ તે વિસ્તારના સ્થાનિક મતદારનો મહેસૂસ કરી રહ્યા છે રવાપર ગામ પંચાયતની હદમાં ગટરના ગંદા પાણી સોસાયટીની આસપાસ તલાવડની જેમ ફરીવળ્યા છે. જેથી તે વિસ્તારના રહીશોને ત્યાંથી પસાર થવું જોખમી બન્યું છે અને કોરોનાવાયરસ અંતર્ગત આ ગંદા પાણીથી અન્ય રોગચાળાનો ભય સ્થાનિક લોકોને રહ્યો છે તકવાદી નેતાઓ હવે તો મોરબી જિલ્લાને જિલ્લા જેવી સુવિધા આપો ગામડાથી બદતર મોરબીના વિસ્તારો સમસ્યાઓનો ભાગ બની રહ્યો છે અત્રે નોંધનીય છે કે પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે રવાપર ગામ પંચાયત વિસ્તારના મતદારો ચૂંટણીનો બહિષ્કાર કરે! તો નવાઈ નહીં! આવનાર ગામ પંચાયતની ચૂંટણીમાં પણ બહિષ્કાર થવાનો ભય ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here