શૈક્ષણિક ક્ષેત્રે મુસ્લિમ દિવાન ફકિર સમાજ દ્વારા રાજ્ય કક્ષાના વિદ્યાર્થીઓ અને મહાનુભવોનું વિશિષ્ટ સન્માન સમારોહ યોજાશે

મોરબી, આરીફ દીવાન :-

ઓલ ગુજરાત મુસ્લિમ ફકીર/દિવાન સમાજના પ્રમુખ એ.બી.ફકીર તેમજ દિવાન મુસ્લિમ વેલ્ફેર એન્ડ એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ ઐયુબશા હાજી અહેમદશા દિવાન (આણંદ) સંયુકત પણે એક અખબારી યાદીમાં જણાવે છે કે, ગુજરાતમાં વસતા તમામ મુસ્લિમ ફકીર/દિવાનમાં શૈક્ષણિક પછાતપણાને દુર કરવા, શૈક્ષણિક વ્યાપ વધારવા, બાળકોમાં શૈક્ષણિક ઉત્સાહ વધારવાના શુભ આશયથી ગુજરાતમાં વસતા ફકીર/દિવાન સમાજના હોશીયાર બાળકો જેમણે ચાલુ વર્ષે ધોરણ–૧૦ અને ધોરણ-૧૨માં ૭૦% થી વધુ માર્કસ મેળવી ઉત્તિર્ણ થયા છે. તેમજ મેડીકલ અને એન્જીનિયરીંગ ક્ષેત્રે તેમજ અન્ય વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ ગુણવત્તા સાથે માસ્ટર ડીર્ગીઓ મેળવી ૨૦૨૦ થી ૨૦૨૩ સુધી સરકારી નોકરીમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી સમાજનું નામ રોશન કરેલ એવા તમામ વિદ્યાર્થી અને મહાનુભવોનું વિશિષ્ઠ સન્માન કરવા ઓગષ્ટ–૨૦૨૩માં સન્માન સમારોહનું કી કરેલ છે. તારીખ, સમય અને સ્થળ હવે પછી જણાવવામાં આયોજન કરવાનું નકકી આવશે.ગુજરાતના ફકીર/દિવાન સમાજના ૧૦–૧૨ ધોરણમાં ૭૦% થી વધુ માર્કસ મેળવેલ વિદ્યાર્થી અને વિદ્યાથીર્ની તેમજ સરકારી નોકરીઓમાં વિશિષ્ઠ સ્થાન ધરાવતા સમાજના સજજનોએ પોતાના નોકરીના પુરાવા મેળવેલ ડીગ્રીનું સર્ટી,ધોરણ૧૦–૧૨ના વિધાર્થીઓની માર્કશીટ, આધારકાર્ડની ઝેરોક્ષ અને સંપુર્ણ પોસ્ટલ સરનામું મોબાઈલ નંબર સાથે તા.૩૧/૦૭/૨૦૨૩ સુધી નીચેના સ્થળોએ પહોંચાડવાનું રહેશે ત્યારબાદની અરજીઓસ્વીકારવામાં આવશે નહિ.માર્કશીટ મોકલવાનું સરનામું
(૧) મહેબુબભાઈ એન.દિવાન એ–૫૬/૫૭, તસ્લીમ સોસાયટી, બીબી તળાવ, વટવા, અમદાવાદ
મો.૯૮૨૪૦૪૮૯૭૧ અમદાવાદત
(૨) ઐયુબશા હાજી અહેમદશા દિવાન એફ/૫, હાજી કોમ્પ્લેક્ષ, રોયલ પ્લાઝા પાસે, ૧૦૦ફુટ રોડ, આણંદ–૩૮૮૦૦૧
રિપોર્ટર ‌-મંહમદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here