યોગાંજલી વિદ્યાવિહારના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાની એથલેટિક્સ સ્પર્ધામાં ઝળહળ્યા…

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર એલ.એસ. હાઇસ્કુલ,ખાતે યોજાયેલ તાલુકા કક્ષાની એથલેટિક્સ સ્પર્ધાઓમાં યોગાંજલિ કેળવણી મંડળ સંચાલિત યોગાંજલિ વિદ્યાવિહાર, ગણેશપુરા (સિદ્ધપુર)ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જે પૈકી બહેનોના વિભાગમાંથી ૨૦૦ મીટર દોડમાં જીયા પટેલ, ૮૦૦ મીટર દોડમાં જાગૃતિ ઠાકોર,લાંબી કૂદમાં આશા ઠાકોર જ્યારે જલદ ચાલ માં અસ્મિતા ઠાકોર તેમજ શાળા ટીમ સમગ્ર તાલુકામાં પ્રથમ રહી હતી. તેમજ ભાઈઓના વિભાગ માંથી ૨૦૦ મીટર દોડમાં રાજેશ ઠાકોર,૮૦૦ મીટર દોડમાં રાહુલ ઠાકોર,વિઘ્ન દોડમાં હાર્દિક ઠાકોર, ૫૦૦૦ મીટર દોડમાં ભાવેશ જાદવ, જલદ ચાલમાં ક્રિશ ચૌધરી તથા રીલે દોડની ટીમ સમગ્ર તાલુકામાં પ્રથમ રહી શાળા નું ગૌરવ વધાર્યું હતું.ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શાળા સંચાલક મંડળના મંત્રી કુ.જીજ્ઞાબેન દવે તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here