ગોધરા ખાતે કેબિનેટમંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને આત્મનિર્ભર ગ્રામયાત્રાનો રાજ્યકક્ષાનો સમાપન સમારોહ યોજાશે

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

ત્રણ દિવસીય યાત્રા બાદ ગોધરા તાલુકાના ઓરવાડા ખાતે સમાપન

ત્રણ દિવસમાં પંચમહાલ જિલ્લાની ૩૮ જિલ્લા પંચાયત બેઠક સહિત રાજ્યભરની ૧૦૯૦ બેઠકો આવરી લઈ અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત અને લાભાર્થીઓને લાભનું વિતરણ કર્યા બાદ આવતીકાલે આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું સમાપન યોજાશે. ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ કેબિનેટમંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને આત્મનિર્ભર ગ્રામયાત્રાનો રાજયકક્ષાનો સમાપન સમારોહ ગોધરા તાલુકાના ઓરવાડા ગામની પ્રાથમિક શાળા ખાતે સાંજે ૦૫.૦૦ કલાકે યોજાનાર છે. આ સમાપન સમારોહમાં ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઇ ભરવાડ, આદિજાતિ વિકાસ અને આરોગ્ય રાજયમંત્રીશ્રી નિમિષાબેન સુથાર, જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી કામિનીબેન સોલંકી, પંચમહાલ સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, છોટાઉદેપુરના સાંસદશ્રી ગીતાબેન રાઠવા, ગોધરાના ધારાસભ્ય શ્રી સીકે રાઉલજી, હાલોલ ના ધારાસભ્યશ્રી જયદ્રથસિંહજી પરમાર, કાલોલના ધારાસભ્ય શ્રી સુમનબેન ચૌહાણ, જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી. રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here