મોડાસા ટાઉન પોલીસે વિખુટા પડેલ બાળકને તેના પરિવાર સાથે શોધી આપી સુખદ મિલન કરાવ્યું

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મોડાસા ચાર રસ્તા પાસે એક બાળક આમ તેમ ફરતું જોવા મળતા ફરજ પરના પોલીસ કર્મચારીએ તેને પૂછપરછ કરતા તે ભૂલો પડ્યો તેમ લાગતો હતો.

તેનું નામ પૂછતા તેણે પિયુષકુમાર લક્ષ્મણભાઈ પાંડોર રહેવાસી. ખજુરી. જિલ્લા. ડુંગરપુર રાજસ્થાન હોવાનું બતાવતા મોડાસા ટાઉન પોલીસની ટીમ કાઉન્સિલિંગ કરી બાળકના પિતા લક્ષ્મણભાઈ પાંડોર ને ખજુરી ગામે રહેતા હોય તેનો રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી તપાસ કરાવતા સરપંચ દ્વારા માહિતી મેળવી પરિવારથી વિખોટા પડેલા બાળકના તેના પિતા લક્ષ્મણભાઈ પાંડોર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here