અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી પ્રશસ્તિ પરીકની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક

આજે મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી પ્રશસ્તિ પરીકની અઘ્યક્ષતામાં બેઠક મળી હતી.

આજે મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી પ્રશસ્તિ પરીકની અઘ્યક્ષતામાં બેઠક મળી હતી.બેઠકમાં બાયડ ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલા તરફથી મળેલા પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ. અધિકારીશ્રીઓ દ્વારા પ્રશ્નોના યોગ્ય નિકાલ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. બેઠકમાં ટેન્ડર પ્રક્રિયા, મનરેગા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, રોડ રિસર્ફેસિંગની કામગીરી, આઉટસોર્સિંગ કર્મચારીની વિગતો,
નલ સે જલ યોજના, આંગણવાડી કેન્દ્રો અને બાળકોની વિગત, દુધ સંજીવની યોજના, કુપોષિત બાળકો માટેની યોજના, સગર્ભાને આપતી આરોગ્યવર્ધક સેવાઓ, વિજળી, જ્યોતિગ્રામ યોજના, જમીન સંપાદન, ગૌચર જમીન, પાણી પુરવઠાના સંપની વિગતો, બસ વ્યવસ્થા, ઉજ્જવલા યોજના, સરકારી દબાણ , વનીકરણ , વન વિસ્તરણ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી.

બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન, સરકારી લેણાં, કર્મચારીઓને મળતા લાભ, લોક અરજીના નિકાલ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા.

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી શેફાલી બરવાલ, જિલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયા, જિલ્લા અધીક નિવાસી કલેકટર એન.ડી.પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી રાજેશ કુચારા સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here