નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા તિલકવાડામાંથી પસાર થતી નર્મદા નદી બે કાંઠે

તિલકવાડા પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી અવિરત વર્ષા

તિલકવાડા(નર્મદા),
વસીમ મેમણ

તિલકવાડા પંથકમાં મેઘરાજા શાંત થવાનું નામ લેતા નથી ખેતરો નદી નાળા પાણીથી ભરાઈ ગયા છે, સરદાર સરોવરમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા તિલકવાડા ખાતે પસાર થતી નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે, નદીમાં પાણી આવતા લોકો નર્મદા કિનારે નજારો જોવા ઉમટી પડ્યા હતા.

તિલકવાડા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદ વરસી રહ્યો છે સૂરજના દર્શન પણ થયા નથી, ખેડૂતો પણ છેલ્લા કેટલાક દિવસોથી ખેતરોમાં જઇ શકતા નથી, કપાસ તુવેરના પાકને નુકશાન થવાની ભીતિ સર્જાઈ છે.

નર્મદા ડેમમાંથી ગઈ કાલે 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે બે કાંઠા વચ્ચે નર્મદામાં ભરપૂર જળ વહી રહ્યો છે તિલકવાડાના ગ્રામજનો નદીમાં પાણી આવતા નર્મદા કિનારે નજારો જોવા ઉમટી પડ્યા હતા થોડા થોડા સમયના અંતરે ઝાપટા પડી જતા હાલ વરસાદ થંભે તેમ લોકો ઈચ્છિ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here